નવી દિલ્લીઃ દેશમાં આવેલા આર્થિક સંકટનો સામનો કરવો માટે સોનાનું સંગ્રહ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે..જી હાં ત્યારે એ જાણવું જરૂરી છે કે સૌથી વધુ સોનાનું સંગ્રહ કરનારા ટોપ-10 દેશ કયા છે અને તેની પાસે કેટલા ટન સોનું છે. વિશ્વના 286 દેશ સોનાનો સંગ્રહ કરવા માંગ છે..કેમ કે સોનાનો સંગ્રહ આર્થિક સંકટ સમયે કામ લાગે છે... દેશની તમા સેન્ટ્રલ બેંકમાં સોનાનો સંગ્રહ કરે છે. જાહેર ક્ષેત્રની બેંકોએ પણ તેમની સંપત્તિ તરીકે રિઝર્વ બેંકમાં સોનું જમા કરાવવું પડે છે. જો કે રાજકીય ફેરફારોની  સોનાના સંગ્રહ કોઈ ખાસ અસર પડતી નથી..એ જ કારણ છે કે અન્ય સંપતિના બદલામાં સોનું સંકટ સમયે કામ લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વના ટોપ-10 દેશ-
વિશ્વની વાત કરીએ તો, જે દેશની પાસે જેટલો સોનાનો જેટલો સંગ્રહ વધુ હોય તે એટલો આર્થિક રીતે મજબૂત કહેવાય છે... દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં મોટા પ્રમાણમાં સોનું છે. ગોલ્ડહબે એક રિપોર્ટ રજૂ કર્યો છે જે મુજબ અમેરિકા પાસે વિશ્વનો સૌથી મોટો સોનાનો સંગ્રહ છે. ચાલો જાણીએ કે વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા ટોપ-10 દેશો કયા છે અને વિશ્વમાં ભારતનો નંબર કયો છે.?


નંબર 1
દેશ: યુએસએ
સોનાનો ભંડારઃ 8,133.47 ટન


નંબર 2
દેશ: જર્મની
સોનાનો ભંડાર: 3,359.09 ટન


નંબર 3
દેશ: ઇટાલી
સોનાનો ભંડારઃ 2,451.84 ટન


નંબર 4
દેશ: ફ્રાન્સ
સોનાનો ભંડારઃ 2,436.35 ટન


નંબર 5
દેશ: રશિયા
સોનાનો ભંડારઃ 2,298.53 ટન


નંબર 6
દેશ: ચીન
સોનાનો ભંડારઃ 1,948.31 ટન


નંબર 7
દેશ: સ્વિટ્ઝર્લૅન્ડ
સોનાનો ભંડાર: 1,040 ટન


નંબર 8
દેશ: જાપાન
સોનાનો ભંડારઃ 845.97 ટન


નંબર 9
દેશ: ભારત
સોનાનો ભંડારઃ 743.83 ટન


નંબર 10
દેશ: નેધરલેન્ડ
સોનાનો ભંડારઃ  612.45 ટન


(ગોલ્ડહબના  અહેવાલ મુજબ)