Gold Price: અમેરિકી ચૂંટણી વચ્ચે સોનાની ચમક વધી, ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
રૂપિયામાં ઘટાડાને કારણે બુધવારે દિલ્હી સોની બજારમાં સોનું 111 રૂપિયા મોંઘુ થયું જ્યારે ચાંદીની કિંમતમાં 1266 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
નવી દિલ્હીઃ રૂપિયામાં ઘટાડાને કારણે બુધવારે દિલ્હી સોની બજારમાં સોનું 111 રૂપિયા મોંઘુ થયું જ્યારે ચાંદીની કિંમતમાં 1266 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. HDFC Securities ના સીનિયર એનાલિસ્ટર (કોમોડિટી) તપન પટેલે કહ્યુ કે, અમેરિકી ચૂંટણીનું પરિણામ આવવાથી બહારમાં ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે. જો ડોલરમાં મજબૂતી આવશે તો સોનાનો ભાવ વધશે. ડોલર નબળુ પડશે તો પીળી ધાતુ સસ્તી થશે.
ચાંદીની સોના બજારમાં કિંમત ઘટી
HDFC Securities પ્રમામે આજે સોનાની કિંમત 111 રૂપિયાની તેજીની સાથે 50743 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. મંગળવારે તે 50632 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયું હતું. ચાંદીની કિંમત 1266 રૂપિયાના ઘટાડા સાથે 60,669 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. મંગળવારે તે 61,935 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ હતી.
રૂપિયો 35 પૈસા નબળો પડ્યો
આજે ડોલરના મુકાબલે રૂપિયામાં 35 પૈસાનો મોટો ઘટાડો નોંધાયો છે. આજે ડોલરના મુકાબલે રૂપિયો 74.76ના સ્તર પર બંધ થયો. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ પહેલા ડોલર મજબૂત થઈ રહ્યો છે, જેના કારણે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે. કારોબાર દરમિયાન આજે રૂપિયો 74.57ના ઉચ્ચ સ્તર અને 74.90ના નિચલા સ્તર પર પહોંચ્યો હતો.
Bank of Baroda ના ગ્રાહકો માટે ખુશખબર, જમા-ઉપાડ સાથે જોડાયેલા નિયમમાં ફરી ફેરફાર
સોનામાં 480 રૂપિયાનો ઘટાડો
ભલે સોની બજારમાં સોનામાં તેજી જોવા મળી રહી હોય, ગોલ્ડ ડિલિવરીમાં આ સમયે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાંજે 5 કલાકે MCX પર ડિસેમ્બરની ડિલિવરી વાળા સોનામાં 480 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. 4 ડિસેમ્બરના ડિલિવરી વાળા સોનામાં 484 રૂપિયાનો ઘટાડો થયો હતો. આજે તેમાં 6709 લોટનો કારોબાર થયો હતો. ફેબ્રુઆરી 2021 ડિલિવરી વાળા સોનામાં 490 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તેમાં 230 લોટનો કારોબાર થયો હતો.
ચાંદીમાં 1200 રૂપિયાનો ઘટાડો
ચાંદી ડિલિવરીમાં આ સમયે 1200 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર સાંજે 5 કલાકે 4 ડિસેમ્બર ડિલિવરી વાળી ચાંદી 1195 રૂપિયાના ઘટાડા સાથે 61490 રૂપિયા પ્રતિ કિલોગરામના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તેમાં 17936 લોટનો કારોબાર થયો છે. 5 માર્ચ 2021 ડિલિવરી વાળી ચાંદી 1255 રૂપિયાના ઘટાડા સાથે 63152 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. અત્યાર સુધી તેમાં 193 લોટનો કારોબાર થયો છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube