Gold Silver Latest: 8,000 રૂપિયા સસ્તુ થયું સોનું! જાણો તમારા શહેરનો ભાવ
અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં આવેલા વધારાથી સોનાના ભાવ પર દબાણ છે. અમેરિકી સીનેટમાં ડેમોક્રેટ્સનું નિયંત્રણ થતાં સ્ટિમુલસ પેકેજની આશા વધી ગઇ છે, જેના લીધે 10 વર્ષના બેંચમાર્ક બોન્ડ યીલ્ડ માર્ચ બાદથી સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયું.
નવી દિલ્હી: Gold Silver Latest News: સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે ભારે ઘટાડો જોવા મળ્યો. MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો 4 ટકાથી વધુ તૂટીને બંધ થયો, જ્યારે ચાંદીમાં 8.74 ટકાનો ઘટાડો રહ્યો. ઘરેલૂ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડા પાછળ ગ્લોબલ માર્કેટના સંકેત સૌથી મોટું કારણ રહ્યું. ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડ સ્પોટ લગભગ 4 ટકા તૂટીને $1,833.83 પ્રતિ ઔંસ સુધી ઘટી ગયો.
MCX પર સોનું શુક્રવારે 2086 રૂપિયા તૂટીને 10 ગ્રામ 48818 રૂપિયા પર બંધ થયું. સોનામાં ઘટાડો શુક્રવારે સાંજે સોનામાં ઘટાડો આવ્યો, પહેલાં સોનાએ 50,000 રૂપિયાના સ્તરને તોડ્યું 49,000ના સ્તર તોડીને બંધ થયું. આ પહેલાં સોનું ગુરૂવારે 50,904 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બે દિવસમાં સોનું લગભગ 2,700 રૂપિયા સસ્તું થયું છે. ઇંડ્રા ડેમાં સોનાએ 48818 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નિચલા સ્તરને અડકી અને તેના પર બંધ થયું છે. તમને જણાવી દઇએ કે MCX પર ગોલ્ડ વાયદાના ઉચ્ચત્તમ સ્તર 57,100 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ મુજબ સોનું પોતાના ઉચ્ચત્તમ સ્તરથી 8000 રૂપિયા સસ્તું છે.
ચાંદીમાં પણ 6,000 રૂપિયાથી વધુનો ઘટાડો
સોનાની સાથે સાથે MCX પર ચાંદીના માર્ચ વાયદા પણ લગભગ 9 ટકા સુધી તૂટી. ચાંદી 6112 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 64,000 રૂપિયાથી નીચે 63850 પર બંધ થયો. ચાંદી પણ પોતાના ઉચ્ચતમ 79980 રૂપિયા પ્રતિ કિલોથી 16,000 રૂપિયા નીચે છે. ઇંડ્રા ડેમાં શુક્રવારે ચાંદીએ 63719 રૂપિયા પ્રતિ કિલોના નીચલા સ્તરને અડક્યું છે. શુક્રવારે રાતે 8 વાગ્યા સુધી ચાંદી 68,000 રૂપિયાની ઉપર કારોબાર કરી રહી હતી, પરંતુ તેમછતાં તેમાં એકદમ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઇંડ્રા ડેમાં ચાંદીએ 69825 રૂપિયા પ્રતિ કિલોની ઉંચાઇને અડકી હતી, એટલે કે ઇંડ્રા ડેમાં જ પોતાના ઉચ્ચત્તમ સ્તરથી ચાંદી 5975 રૂપિયા તૂટીને બંધ થઇ.
અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં આવેલા વધારાથી સોનાના ભાવ પર દબાણ છે. અમેરિકી સીનેટમાં ડેમોક્રેટ્સનું નિયંત્રણ થતાં સ્ટિમુલસ પેકેજની આશા વધી ગઇ છે, જેના લીધે 10 વર્ષના બેંચમાર્ક બોન્ડ યીલ્ડ માર્ચ બાદથી સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયું.
તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ
સર્રાફા બજારમાં સોનું લગભગ 500 રૂપિયા સસ્તું થયું છે. આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ શું છે. Goodreturns.in ના અનુસાર
10 ગ્રામ સોનાનો ભાવ
શહેર | સોનાના ભાવ |
દિલ્હી | 54170 |
મુંબઇ | 50,830 |
કલકત્તા | 52900 |
ચેન્નઇ | 51860 |
હવે જોઇએ આ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે. Goodreturns.in અનુસાર
1 કિલો ચાંદીનો ભાવ
શહેર | ચાંદીનો ભાવ |
દિલ્હી | 63900 |
મુંબઇ | 63900 |
કલકત્તા | 63900 |
ચેન્નઇ | 73100 |
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube