છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ અઠવાડિયે ભાવમાં ચડ ઉતર જોવા મળી. 24 કેરેટ સોનું 56,108 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવથી તૂટીને 55669 (સરેરાશ) ભાવ પર આવી ગયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 64,293 રૂપિયા પ્રતિ કિલોથી તૂટીને 61,791 રૂપિયાના સ્તરે આવી ગઈ. એટલે કે આ અઠવાડિયે સોનાના ભાવમાં 439 રૂપિયા અને ચાંદીના ભાવમાં 2502 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવનારા દિવસોમાં વધી શકે છે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ  જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ ભારતીય બજારમાં ડિમાન્ડ ઓછી હોવાથી સોના અને ચાંદીના ભાવ તૂટતા જોવા મળ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની પણ સોના અને ચાંદીના ભાવ પર સીધી અસર પડે છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારના કારણે આવમારા દિવસોમાં સોનામાં ફરી ઉછાળો જોવા મળી શકે છે. આ ઉપરાંત હિન્દુ નવ વર્ષ તથા ચૈત્ર નવરાત્રિ ઉપર પણ લોકો સોનું ખરીદતા હોય છે. જેના કારણે ભાવમાં તેજી આવશે. 


પૈસા તૈયાર રાખો! ટાટા ગ્રુપમાં કમાણીની સૌથી મોટી તક, 19 વર્ષ બાદ આવી રહ્યો છે IPO


ઘરે બેઠા પાસપોર્ટ માટે કરો એપ્લાય, ઝડપથી થઈ જશે તમારું કામ


આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને સરનામું બદલવા મળે છે આટલી જ વાર મોકો? ભૂલો ના કરતા


દેશના પ્રમુખ શહેરોમાં સોનાના ભાવ (24 કેરેટ, 10 ગ્રામ) (લેટેસ્ટ અપડેટ 11 માર્ચ 2023)


દિલ્હી- 55,669


ચેન્નાઈ- 52,000


મુંબઈ- 56, 210


હૈદરાબાદ- 56,000


બેંગ્લુરુ- 56,000


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube