Sona-Chandi Ke Bhav: સોના અને ચાંદીના ખરીદદારો માટે સારા સમાચાર છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે (બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023) સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. દસ ગ્રામ સોનું 60,300 રૂપિયાએ પહોંચ્યું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હવે તે 74,500 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. HDFC સિક્યોરિટીઝે  (HDFC Securities) આ માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાની કિંમત 50 રૂપિયા ઘટીને 60,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.


આજે ચાંદી કેટલી પહોંચી છે?
ચાંદીની કિંમત પણ 300 રૂપિયા ઘટીને 74,500 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.


આ પણ વાંચોઃ RR Kabelમાં રોકાણ કરનારાઓને જલસા જ જલસા : એક ઝાટકે જ વધી ગયા રૂપિયા. રચ્ચો ઈતિહાસ


વિદેશી બજારોમાં સોનું ઘટ્યું
વિદેશી બજારોમાં સોનું ઘટીને 1,929 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી ઘટીને 23.20 ડોલર પ્રતિ ઔંસ પર આવી હતી.


મિસ્ડ કોલ દ્વારા સોનાના દરને જાણવું ખૂબ જ સરળ છે.
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.


દેશના 55 નવા જિલ્લાઓમાં સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બની ગયું છે
સરકારે સોનાના ફરજિયાત હોલમાર્કિંગનો વ્યાપ વધાર્યો છે. સોનાના આભૂષણો અને કલાકૃતિઓના ફરજિયાત હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો દેશના 55 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. તે દેશના 16 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લેશે. હોલમાર્કિંગનો પ્રથમ તબક્કો 23 જૂન, 2021ના રોજ શરૂ થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube