Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ખરીદતા પહેલા જાણી લો આજની લેટેસ્ટ કિંમત
દિવાળી બાદ સોનાના ભાવમાં ધીરે ધીરે તેજી આવી રહી છે. હળવી તેજી સાથે સોનું 50,700 ઉપર પહોંચી ગયું છે. ડોલરમાં નબળાઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી આવી છે. સોનું રેકોર્ડ ઘટાડા સાથે છેલ્લા 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. જો કે બાદમાં તેમાં તેજી આવી અને ધનતેરસના અવસરે સોનાનું રેકોર્ડ વેચાણ નોંધાયું. જો કે બાદમાં તેજી આવી
Gold-Silver Price Today: દિવાળી બાદ સોનાના ભાવમાં ધીરે ધીરે તેજી આવી રહી છે. હળવી તેજી સાથે સોનું 50,700 ઉપર પહોંચી ગયું છે. ડોલરમાં નબળાઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી આવી છે. સોનું રેકોર્ડ ઘટાડા સાથે છેલ્લા 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. જો કે બાદમાં તેમાં તેજી આવી અને ધનતેરસના અવસરે સોનાનું રેકોર્ડ વેચાણ નોંધાયું. જો કે બાદમાં તેજી આવી અને ધનતેરસના અવસરે સોનાનું રેકોર્ડ વેચાણ નોંધાયું.
MCX ના ભાવમાં તેજી યથાવત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે ગોલ્ડ ફ્યૂચરનો રેટ લગભગ સવા બાર વાગે 125 રૂપિયાની તેજી સાથે 50812 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે ચાંદી 181 રૂપિયા વધીને 58166 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ. આ પહેલા સોનું 50687 પર અને ચાંદી 58166 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 11.20 ડોલરની તેજી સાથે 1,669.20 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જોવા મળ્યું. જ્યારે ચાંદી 0.137 ડોલરની તેજી સાથે 19.486 ડોલર પ્રતિ ઔંસ પર હતી. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન(https://ibjarates.com) તરફથી ગુરુવારે બહાર પડેલા ભાવ મુજબ 24 કેરેટ ગોલ્ડના ભાવમાં 40 રૂપિયાની તેજી જોવા મળી અને કિંમત 50791 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગઈ.
ibja ના ભાવ
આ ઉપરાંત 999 પ્યોરિટીવાળી ચાંદી 57966 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી. 23 કેરેટવાળું સોનું 50588 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટવાળું સોનું 46525 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટવાળું 38093 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું. આ પહેલા બુધવારે શરાફા બજારમાં સોનું 50751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 57851 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube