Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો આજનો ભાવ
ગત કારોબારી સત્રમાં ચાંદી 61,262 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. વિદેશીમુદ્રા વિનિમય બજારમાં ગુરૂવારે ડોલરના મુકાબલે રૂપિયો 8 પૈસાના ઘટાડા સાથે 77.76 પ્રતિ ડોલર પર બંધ થયો જેના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજી આવી અને વિદેશી રોકાણકારોની પૂંજી બજારમાંથી સતત કાઢવામાં આવી છે.
Gold Price Today: રૂપિયાના ભાવમાં ઘટાડો આવતાં દિલ્હીના સોની બજારમાં ગુરૂવારે સોનું 133 રૂપિયાની તેજી સાથે 50,907 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં કારોબારી સત્રમાં સોનું 50,774 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીના ભાવમાં પણ 273 રૂપિયા વધીને 61,535 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ.
રૂપિયામાં 8 પૈસાનો ઘટાડો
ગત કારોબારી સત્રમાં ચાંદી 61,262 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. વિદેશીમુદ્રા વિનિમય બજારમાં ગુરૂવારે ડોલરના મુકાબલે રૂપિયો 8 પૈસાના ઘટાડા સાથે 77.76 પ્રતિ ડોલર પર બંધ થયો જેના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજી આવી અને વિદેશી રોકાણકારોની પૂંજી બજારમાંથી સતત કાઢવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં સામાન્ય ઘટાડા સાથે 1,850 ડોલર પ્રતિ ઔંસ રહી ગયો જ્યારે ચાંદીનો ભાવ 21.95 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ અપરિવર્તિત રહ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે 'ન્યૂયોર્ક સ્થિત જિંસ એક્સચેંજ-કોમેક્સમાં ગુરૂવારે સોનાનો હાજર ભાવ 0.15 ટકા નીચે ચાલી રહ્યો હતો.
MCX પર સોના અને ચાંદીનો ભાવ
સોની બજારના વિરૂદ્ધ ગુરૂવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન સોનું 0.33 ટકાના ઘટાડા સાથે 50,885 રૂપિયા રૂપિયા પર જોવા મળ્યો. તો બીજી તરફ એમસીએક્સ પર ચાંદીનો ભાવ સાંજે ઘટીને 61790 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube