Gold-Silver Price Today, 17 October: સોના અને ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવરાત્રિ (navratri 2023)ના તહેવાર પર સોના-ચાંદીની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે પણ સોનું સસ્તું થઈ ગયું હતું. આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે અને તમારો ગોલ્ડ ખરીદવાનો પ્લાન છે તો તમારી પાસે સારી તક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે ગોલ્ડની કિંમતોમાં તેજી આવી છે. આવો ચેક કરીએ આજે 10 ગ્રામ સોનાનો શું ભાવ છે.


MCX પર સોના-ચાંદીનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ 0.22 ટકાના ઘટાડા સાથે 59048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ સિવાય ચાંદીનો ભાવ 0.43 ટકાના ઘટાડા સાથે 70732 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. 


આ પણ વાંચોઃ 1 લાખના બનાવી દીધા 12.49 કરોડ રૂપિયા, બજારની તેજી-મંદીમાં આ સ્ટોકે ભરી ઉડાન


ગ્લોબલ માર્કેટમાં સસ્તી થઈ ચાંદી
ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીની કિંમતમાં સતત તેજી બાદ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગોલ્ડ 1928 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર છે. આ સિવાય ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદી આજે 22.66 ડોલર પ્રતિ ઔંસ પર છે. 


22 કેરેટ ગોલ્ડનો ભાવ
આજે દિલ્હીમાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ 55240 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ સિવાય મુંબઈમાં 55090 રૂપિયા, ગુરૂગ્રામમાં 55240 રૂપિયા, કોલકત્તામાં 55090 રૂપિયા, લખનૌમાં 55240 રૂપિયા, બેંગલોરમાં 55090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. 


ચેક કરો સોનાનો ભાવ
એક્સપર્ટનું માનવું છે કે હજુ પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. તમે સોનાની કિંમત ઘરે બેઠા પણ ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપી પ્રાઇઝ ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ મોકલશો તે નંબર પર તમને મેસેજ આવી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube