નવી દિલ્હીઃ Gold Silver Price Today 27 Sept 2022: સોની બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. તેના કારણે હવે શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટથી 56254 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 6903 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્યારે ચાંદી પોતાના બે વર્ષ પહેલાની ઉચ્ચ સપાટી 76008 રૂપિયા પ્રતિ કિલોથી 20942 રૂપિયા સસ્તી છે. આજે સોનાના ભાવમાં સોમવારની તુલનામાં 239 રૂપિયા પ્રતિ 10 ગ્રામની મંદી જોવા મળી તો ચાંદી સોમવારના બંધ ભાવની તુલનામાં 308 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈને ખુલી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે શું છે સોના-ચાંદીનો ભાવ
24 કેરેટ સોનું આજે 49351 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ખુલ્યું હતું. જ્યારે 23 કેરેટ ગોલ્ડની કિંમત હવે 49153 રૂપિયા છે. તો 22 કેરેટ 45206, જ્યારે 18 કેરેટ 37013 અને 14 કેરેટ ગોલ્ડની કિંમત હવે 28870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં જીએસટી અને જ્વેલરનો નફો સામેલ નથી. 


સોની બજારના ગણિતને સમજો
સોના-ચાંદી જે ભાવ પર ખુલે છે, તેનાથી વધુ ભાવ તમારે આપવો પડે છે. હકીકતમાં જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ તો જોડાઈ છે, સાથે જ્વેલરનો નફો પણ એડ થાય છે. તેવામાં આજે તમને જણાવીએ કે જીએસટી ઓલ જ્વેલરનો એક અનુમાનિત નફો જોડાયા બાદ તમારે કેટલી ચુકવણી કરવી પડશે. 


જીએસટી પર જ્વેલરનો નફો
આજે 24 કેરેટ સોના પર 3 ટકા GST એટલે કે 1480 રૂપિયા ઉમેર્યા બાદ તેનો રેટ 50831 રૂપિયા થઈ જશે. બીજી તરફ જ્વેલરનો 10 ટકા નફો ઉમેર્યા બાદ સોનાની કિંમત 55914 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી રહી છે. GST ઉમેર્યા બાદ ચાંદીની કિંમત 56717 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આમાં, જ્વેલર્સના નફાના 10 થી 15 ટકા અલગથી છે. એટલે કે, 10 ટકા નફો લઈને, ઝવેરીને તમારે લગભગ 62389 રૂપિયા આપવા પડશે.


આ પણ વાંચો- Mukesh Ambani ખરીદશે માર્કેટની વધુ એક મોટી કંપની, દિવાળી સુધી પાર પડશે સોદો!


જીએસટી સહિત 23 કેરેટ સોનાની કિંમત
23 કેરેટ સોના પર પણ 3 ટકા GST અને 10 ટકા નફો ઉમેરીને તમને 55690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મળશે. જ્યારે 3% GST સાથે 22 કેરેટ સોનાની કિંમત 46,562 રૂપિયા થશે. તેમાંથી બનેલી જ્વેલરી પર જ્વેલર્સનો નફો પણ અલગ-અલગ ઉમેરે તો લગભગ રૂ. 51218 થશે.


18 કેરેટ ગોલ્ડની કિંમત 3 ટકા જીએસટી સાથે 381123 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થશે. ઝવેરીનો 10 ટકા નફો જોડ્યા બાદ 41935 રૂપિયામાં પડશે. હવે 14 કેરેટ સોનાનો ભાવ જીએસટી સાથે 29736 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પડશે. તેના પર 10 ટકા નફાને જોડવામાં આવે તો તે 32709 રૂપિયામાં પડશે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube