Gold Silver Price : સોનામાં તેજીનો માહોલ, 14 મહિના બાદ રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે. સોનું 14 મહિનામાં સૌથી ઉચ્ચ સ્પાટીએ પહોંચી ગયું છે.
નવી દિલ્હીઃ રશિયા તરફથી યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યા બાદ આજે વિશ્વભરની બજારમાં તેની અસર જોવા મળી છે. ભારતીય શેર બજારમાં ઘટાડા વચ્ચે સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ક્રૂડ ઓયલની કિંમતમાં પણ સતત તેજી જોવા મળી રહી છે.
હજુ તેજીની શક્યતા
આવનારા સમયમાં સોના તથા ચાંદીના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે. www.ibjarates.com અનુસાર શુક્રવારે સવારે 999 પ્યોરિટીવાળાસોનાનો ભાવ સામાન્ય તેજી સાથે 51689 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. પરંતુ ચાંદીમાં સવારે ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલાના સત્રમાં સોનું 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું તો ચાંદી 68015 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ થઈ હતી.
આ પણ વાંચોઃ માત્ર ટૂંકાગાળામાં 25 ટકાનું રિટર્ન આપી શકે છે આ સ્ટોક, નિષ્ણાંતોએ આપી ખરીદીની સલાહ
14 મહિનાના હાઈ લેવલ પર ભાવ
ગ્લોબલ માર્કેટમાં આવેલી તેજીને કારણે સોનાનો ભાવ શુક્રવારે ઘરેલૂ બજારમાં 14 મહિનાના હાઈલેવલ પર પહોંચી ગયો છે. એમસીએક્સ પર બપોરે આશરે 1 કલાકે એપ્રિલની ડિલિવરીવાળું સોનું 51954 રૂપિયા અને જૂન ડિલિવરીવાળું સોનું 52217 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આ રીતે મે ડિલિવરીવાળી ચાંદી 68230 સ્તર પર ટ્રેડ કરી રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1942 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. તો ચાંદીનો ભાવ 25.26 ડોલરના સ્તર પર છે. જાણકારો પ્રમાણે આવનારા સમયમાં સોના-ચાંદીમાં ભાવ વધારો યથાવત રહેશે.
આ પણ વાંચોઃ 31 માર્ચ પહેલાં પૂરા કરી લો આ પાંચ કામ, બાકી 1 એપ્રિલથી થશે મુશ્કેલી
આ રીતે કરો સોનાની પ્યોરિટીની તપાસ
- 24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલું હોય છે.
- 22 કેરેટની જ્વેલરી પર 916 લખેલું હોય છે.
- 22 કેરેટ સોનાની ઓળખ માટે 875 લખેલું હશે.
- 18 કેરેટની જ્વેલરી પર 750 લખેલું હોય છે.
- 14 કેરેટ જ્વેલરી પર 585 લખેલું હોય છે.
આ રીતે જાણો-સોના ચાંદીનો ભાવ
જો તમારી પણ સોનું-ચાંદી ખરીદવાની ઈચ્છા છે તો જરૂરી છે કે તમે ભાવ જાણી લો. ભાવની જાણકારી મેળવવા માટે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને સોના-ચાંદીના ભાવની માહિતી મેળવી શકો છો. તે માટે તમારે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરવો પડશે. ત્યારબાદ તમારા ફોન પર મેસેજ આવશે. તેમાં તમે સોના-ચાંદીનો ભાવ જાણી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube