નવી દિલ્હી: ગત લાંબા સમયથી સોના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોયા બાદ બજારમાં સોનાની માંગ ઝડપથી વધી રહી છે. સોની બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. રક્ષાબંધનના પર્વ પર સોનું હજુ પણ પોતાના રેકોર્ડ હાઇ રેટથી ઘણું સસ્તું વેચાઇ રહ્યું છે, એવામાં તમારી પાસે બહેનને સોનાના આભૂષણ ગિફ્ટ કરવાની સુંદર તક છે. આવો જાણી આજે સોની બજારમાં શું છે સોનાનો નવો ભાવ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોની બજારમાં સોનાના ભાવમાં થયેલા વધારા બાદ શુક્રવારે 22 કેરેટ સોનાનો ભાવ 47,750 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયો છે. ગુડરિટન્સ વેબસાઇટના અનુસાર આ પહેલાં બજાર ખુલતાં સોના ના ભાવમાં 400 રૂપિયા પ્રતિ ગ્રામનો વધારો જોવા મળ્યો હતો. આ પહેલાં ગુરૂવારે સોનાના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો ન હતો. તો બીજી તરફ બુધવારે 22 કેરેટ સોનાના ભાવમા6 600 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. 


આ ઉપરાંત 24 કેરેટ સોનાના ભાવમાં પણ શુક્રવારે વધારો જોવા મળ્યો. ગુરૂવારે બજાર ખુલતાં પહેલાં 24 કેરેટ સોનાનો ભાવ 51,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. ત્યારબાદ સોનાના ભાવમાં 440 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ હવે 52,090 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ વેચાઇ રહ્યું છે. 


રેકોર્ડ રેટથી આટલું સસ્તું થયું સોનું
વર્ષ 2020 ના ઓગ્સ્ટ મહિનામાં સોનાનો ભાવ પોતાના ઓલ ટાઇમ હાઇ રેટ પર પહોંચી ગયું હતું. ઓગસ્ટ 2020 માં સોનાનો ભાવ 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો. આજે બજારમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,750 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. જો આજના ભાવની તુલના તેના ઓલ ટાઇમ હાઇ રેટ સાથે કરીએ તો તમે જોઇ શકશો કે સોનું 7,650 રૂપિયા પ્રતિ દસ  ગ્રામ સુધી તૂટ્યું છે.  


કેવી રીતે તપાસી શકો છો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતાની ઓળખ માટે હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાઇ છે, તો બીજી તરફ કેટલાક લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું શુદ્ધ કહેવાય છે.  


જાણો શું છે 22 કેરેટ અને 24 કેરેટમાં અંતર?
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ ગોલ્ડમાં 9 ટકા અન્ય ધાતુ જેવા તાંબુ, ચાંદી, જિંક મળીને દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, પરંતુ તેના આભૂષણ બનાવી શકાય નહી. એટલા માટે મોટાભાગે દુકાનદાર 22 કેરેટ સોનું વેચે છે. 


મિસ કોલ વડે જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીને છુટક રેટ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરી શકો છો. થોડીવારમાં એસએમએસ દ્રારા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સની જાણકારી માટે www.ibja.co અથવા ibjarates.com પર જોઇ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube