Gold Price: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો ઉતાવળ કરજો...ગગડ્યા છે ભાવ, ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: જો તમે પણ સોના ચાંદીની ખરીદી અંગે વિચારી રહ્યા હોવ તો આ તમારા માટે સુવર્ણ તક છે. રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા બાદ ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Gold Silver Latest Price: જો તમે પણ સોના ચાંદીની ખરીદી અંગે વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારો સમય શરૂ થઈ ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. ઘરેલુ બજારમાં MCX પર સોનાના ભાવ 1100 રૂપિયા અને ચાંદીના ભાવ 1500 રૂપિયા સુધી ઓછા થયા છે.
આ કારણે ઘટી રહ્યા છે ભાવ
શરાફા બજારના એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ એક અઠવાડિયા સુધી સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર હતા. પરંતુ વૈશ્વિક મંદી, મોંઘવારી અને ડોલર ઈન્ડેક્સની અસર આ બંનેની ડિમાન્ડ પર પડી. જેના કારણે માંગ ઘટવાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે. કિંમતોમાં કમીનો આ દોર અસ્થાયી અને જલદી તેના ભાવ ફરીથી ચઢતા જોવા મળશે. આવામાં જે લોકો સોના અને ચાંદીની ખરીદીનો વિચાર કરતા હોય તેમના માટે આ સુવર્ણ તક છે.
શરાફા બજારના ભાવ
શુક્રવારે અને શનિવાર શરાફા બજારના રેટ્સ જાહેર થયા નહતા. આથી 13 એપ્રિલના રોજ IBJA (ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમીટેડ) પર જે છેલ્લા રેટ્સ જોવા મળ્યા તે મુજબ 999 પ્યોરિટીવાળા શુધ્ધ 10 ગ્રામ સોનાનો ભાવ 60880 પર બંધ થયેલો જોવા મળ્યો હતો. જો કે સ્થાનિક બજારોની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં ગઈ કાલે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 61850 હતો જે આજે ઘટીને 61090 રૂપિયા જોવા મળ્યો એટલે કે ભાવમાં 760 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાની વાત કરીએ તો IBJA ભાવ પ્રમાણે 10 ગ્રામ સોનાનો ભાવ 55766 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. પણ ગુજરાતમાં અમદાવાદમાં ગઈ કાલે 56,700 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ જે આજે 700 રૂપિયા ઘટીને 56000 જોવા મળ્યો છે.
ચાંદીની વાત કરીએ તો IBJA પર એક કિલો ચાંદીનો ભાવ 13 એપ્રિલના રોજ 75869 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગુડ રિટર્ન વેબસાઈટ મુજબ અમદાવાદમાં ગઈ કાલે ચાંદીનો ભાવ 1 કિલોના 79,600 રૂપિયા હતો જે આજે ઘટીને 78,500 રૂપિયાના સ્તરે જોવા મળ્યો.
MCX પર પણ ઘટાડો
ઘરેલુ બજારમાં MCX પર સોનાના ભાવ 1100 રૂપિયા અને ચાંદીના ભાવ 1500 રૂપિયા સુધી ઓછા થયા છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટની પણ અસર
શરાફા બજારના વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ઘરેલુ બજાર પણ પ્રભાવિત થયું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં 50 ડોલરનો ઘટાડો થયો છે અને તે 2010 ડોલર પ્રતિ ઔંસની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને 25.35 ડોલર પ્રતિ ઔંસ પર તેનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે.
Gas Price: ગેસના ભાવ પર સરકારે લીધો મોટો નિર્ણય, હવે સસ્તામાં મળશે સિલિન્ડર!
જો તમને UAN નંબર યાદ ન હોય તો ના કરશો ચિંતા, આ 3 સ્ટેપ કરો ફોલો
આ ફૂલ તમને બનાવી દેશે ધનવાન, ઓછા રોકાણથી શરૂ કરો બિઝનેસ
શું હજું ઘટશે ભાવ?
બીજી બાજુ અનેક જાણકારો એમ કહી રહ્યા છે કે સોનાના ભાવ હજુ ઓછા થઈ શકે છે. રોયટર્સના રિપોર્ટ મુજબ અમેરિકાના ફેડરલ રિઝર્વ બેંક મે માં બેઠક કરીને વ્યાજદરમાં ફરીથી 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે. તેનો અર્થ એ હશે કે ત્યાં લોન લેનારાઓએ વધુ વ્યાજ ચૂકવવું પડશે. જેથી કરીને લોકોની ખરીદ ક્ષમતા ઘટી જશે અને તેઓ સોના ચાંદી જેવી લક્ઝરી વસ્તુઓની ખરીદી વધુ કરી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube