Gold Price Today: હાલ સોનું ના ખરદીતા, રેકોર્ડ કિંમત તરફ વધ્યું ગોલ્ડ; ચેક કરો આજનો ભાવ
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે સોમવારના તેજી જોવા મળી હી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 91 રૂપિયા મોંઘું થયું છે. ત્યારે ચાંદીના ભાવમાં વધારો છે. આવો જાણો આજના લેટેસ્ટ ભાવ...
નવી દિલ્હી- Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં સોમવાર એટલે કે આજે ફરી તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સવારે 91 રૂપિયા વધારા સાથે આજે 52162.00 રૂપિયા પર કરોબાર કરી રહ્યું છે. ત્યારે ચાંદી પણ 158.00 રૂપિયાની તેજી સાથે 67150.00 પર ટ્રેડ કરી રહી છે.
બુલિયન માર્કેટમાં ઉછાળો
બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અહીં 22 કેરેટ ગોલ્ડના ભાવ 48941 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ પણ ઉછાળા સાથે 53390 રૂપિયા પર ખુલ્યો છે. આ ઉપરંત 20 કેરેટ ગોલ્ડની સરેરાશ કિંમત 44492 રૂપિયા અને 18 કેટેરનો ભાવ 40443 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે 16 કેરેટ ગોલ્ડનો ભાવ 35593 રૂપિયા રહ્યો.
સોનાની આયાત વધી
વધતી મોંઘવારી વચ્ચે પણ દેશમાં સોના પ્રત્યે લોકોનો ક્રેઝ વધી રહ્યો છે. દેશને સોનાની આયાત 2021-22 ના પહેલા 11 મહિનામાં 73 ટકા વધારી 45.1 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. વધતી મોંઘવારી વચ્ચે સોનાની આયાતમાં તેજી આવી છે. ગત વર્ષે આ સમયગાળામાં સોનાની આયાતનો આંકડો 26.11 અબજ ડોલર રહ્યો હતો.
ધ કાશ્મીર ફાઈલ્સની ટીમ ફરી એક સાથે, વિવેક અગ્નિહોત્રી હવે બે ફિલ્મમાં દેખાળશે ભયાનક સત્ય
આ રીતે ચેક કરો સોનાનો ભાવ
દેશમાં સોનાના દાગીનાની કિંમત અલગ અલગ હોય છે. કેમ કે, તેમાં ઉત્પાદન શુલ્ક, રાજ્યોનો ટેક્સ અને મેકિંગ ચાર્જનો ભાગ પણ હોય છે. તમે તમારા શહેરમાં સોનાની કિંમત ચેક કરવા માટે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની મદદથી જાણી શકો છો. તેના માટે તમારે માત્ર 8955664433 નંબર પર મિસકોલ કરવાનો રહેશે. તમારા મોબાઈલ નંબર પર સોનાના લેટેસ્ટ ભાવનો મેસેજ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube