નવી દિલ્હી: સોના-ચાંદીના ભાવમાં આજે સોમવારે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 116 રૂપિયા સસ્તું થયું છે. આ ઘટાડા સાથે સોનું આજે સવારે 51228.00 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. ત્યારે ચાંદીની કિંમત પણ ઘટી છે. આજે ચાંદીના ભાવમાં 173 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારે ચાંદી 66569.00 પર ટ્રેડ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું ઘટાડા સાથે 52650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. 22 કરેટ સોનાનો ભાવ 48263 રૂપિયા રહ્યો. ત્યારે 18 કેરેટનો ભાવ 39488 રૂપિયા પહોંચ્યો અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 30713 રૂપિયા છે. બુલિયન માર્કેટમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 68430 રૂપિયા છે.


મિસ કોલ કરી જાણો સોનાનો ભાવ
સોના-ચાંદીની કિંમત જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા સરળતાથી તેના ભાવ જાણી શકો છો. તેના માટે 8955664433 નંબર પર માત્ર એક મિસ કોલ કરવાનો રહશે. ત્યારબાદ તમારા ફોન પર એક એસએમએસસ લેટેસ્ટ ભાવનો આવશે.


The Kashmir Files મામલે બોલીવુડની આ એક્ટ્રેસે તો હદ કરી, ફિલ્મ અંગે કરી એવી વાત કે...


શું છે 22 અને 24 કેરેટમાં તફાવત
22 અને 24 કેરેટ સોનાના ભવામાં તફાવત હોય છે. તેનું મુખ્ય કરાણ છે સોનાની શુદ્ધતા. 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. તેમાં 9 ટકા અન્ય ધાતુ હોય છે. ત્યારે 24 કેરેટ સોનામાં કોઈ ભેળસેળ હોતી નથી, પરંતુ તેમાંથી કોઈ દાગીના બનાવી શકાતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube