Gold price today: સતત બીજા દિવસે સોનાના ભાવ ગગડ્યા, જાણો શું છે લેટેસ્ટ રેટ
આયાત ડ્યૂટી વધ્યા બાદ સોનાના ભાવમાં સતત ત્રણ દિવસ સુધી તેજી જોવા મળી. પરંતુ હવે લગાતાર બે દિવસથી સોનાના ભાવ નીચે જઈ રહ્યા છે. બુધવારે સોનાના ભાવમાં થયેલા ઘટાડા બાદ ગુરુવારે પણ તે લાલ નિશાન ઉપર જ જોવા મળ્યું. મંગળવારે 52 હજાર પર બંધ થનારું સોનું હવે 51 હજારની નીચે જતું રહ્યું. ગુરુવારે ચાંદીમાં હળવી તેજી જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોનાના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી.
નવી દિલ્હી: આયાત ડ્યૂટી વધ્યા બાદ સોનાના ભાવમાં સતત ત્રણ દિવસ સુધી તેજી જોવા મળી. પરંતુ હવે લગાતાર બે દિવસથી સોનાના ભાવ નીચે જઈ રહ્યા છે. બુધવારે સોનાના ભાવમાં થયેલા ઘટાડા બાદ ગુરુવારે પણ તે લાલ નિશાન ઉપર જ જોવા મળ્યું. મંગળવારે 52 હજાર પર બંધ થનારું સોનું હવે 51 હજારની નીચે જતું રહ્યું. ગુરુવારે ચાંદીમાં હળવી તેજી જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોનાના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી.
22 કેરેટ સોનાનો ભાવ 46598 રૂપિયા થયો
ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન પર જાહેર થયેલા ભાવ મુજબ ગુરુવારે શરાફા બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 427 રૂપિયાના ઘટાડા સાથે 50871 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જો કે ચાંદીમાં તેજી જોવા મળી અને તે 134 રૂપિયા પ્રતિ કિલોની તેજી સાથે 56583 રૂપિયાના સ્તરે જોવા મળી. વેબસાઈટ મુજબ 23 કેરેટ ગોલ્ડ 50667 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 46598 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 20 કેરેટ સોનું 38153 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું.
સોના અને ચાંદીના MCX પર રેટ
MCX પર ગુરુવારે બપોરે સોના અને ચાંદીના રેટ પણ લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. બપોરે લગભગ 2 વાગે સોનું 0.36 ટકાની તેજી સાથે 50,683 રૂપિયા પર પહોંચી ગયો. જ્યારે એ જ સમયે ચાંદીનો ભાવ 0.80 ટકાના ઉછાળા સાથે 57,177 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળ્યો. અત્રે જણાવવાનું કે IBJA ના રેટતી અલગ 3 ટકા જીએસટી પણ આપવો પડે છે.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube