નવી દિલ્હીઃ Gold Silver Price Today: આજે રક્ષાબંધનનો તહેવાર છે. તહેવારના દિવસે સોના-ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 330 રૂપિયાથી વધી 60 હજાર રૂપિયા પાર પહોંચી ગઈ છે. આ પહેલા તેની કિંમત 59670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 22 કેરેટ સોનું 55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. ચાંદીની કિંમતમાં પણ 500 રૂપિયાની તેજી આવી છે અને ચાંદી 77600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે મહાનગરોમાં સોના-ચાંદીનો ભાવ
દિલ્હીઃ 24 કેરેટ 60150 રૂપિયા, 22 કેરેટ 55150 રૂપિયા
ચેન્નઈઃ 24 કેરેટ 60330 રૂપિયા, 22 કેરેટ 55300 રૂપિયા
મુંબઈઃ 24 કેરેટ 60150 રૂપિયા, 22 કેરેટ 55150 રૂપિયા
કોલકત્તાઃ 24 કેરેટ 60000 રૂપિયા, 22 કેરેટ 55,000 રૂપિયા. 


આ પણ વાંચોઃ LIC ની આ પોલિસીમાં કરો રોકાણ, દર મહિને મળશે 12 હજાર રૂપિયાનું  Pension


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું 0.07 ટકા ઘટી 1963.70 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે. ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને તે 0.67 ટકાના ઘટાડા સાથે 24.97 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે. 


અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડ તરફથી વ્યાજદરોને લઈને સ્પષ્ટીકરણ બાદ સોના-ચાંદીની કિંમતોની દિશા નક્કી થશે. સોનું આંતરરાષ્ટ્રીય સ્તર પર એક સીમિત વર્તુળમાં કારોબાર કરી રહ્યું છે. 


વાયદામાં સોના-ચાંદીની કિંમત
વાયદા બજારમાં સોના-ચાંદીની કિંમતમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. એમસીએક્સ પર સોનું 79 રૂપિયા ઘટી 59345 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. સોનામાં 12422 લોટ્સનો કારોબાર થયો છે. 


આ પણ વાંચોઃ આ ગુજરાતીએ બાળકોના પેન્સિલ-રબ્બર વેચી ઊભી કરી 4 હજાર કરોડની કંપની, હવે લાવશે IPO


ચાંદીની કિંમત વાયદા બજારમાં 185 રૂપિયા ઘટી 74500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ચાંદીમાં એમસીએક્સ પર 2112 લોટ્સનો કારોબાર થયો છે. બજારમાં પોઝીશન ઓછી હોવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube