Gold Price Today: અચાનક સોના-ચાંદીના ભાવમાં આવી તેજી, જાણો 22-24 કેરેટ ગોલ્ડનો ભાવ
Gold-Silver Price Today Update: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું મોંઘુ થઈ ગયું છે. આ સાથે ચાંદીની કિંમતમાં પણ 700 રૂપિયાનો વધારો થયો છે. આવો ચેક કરીએ આજે 10 ગ્રામ ગોલ્ડનો ભાવ શું છે.
Gold-Silver Price Today, 18 October: સતત બે દિવસના ઘટાડા બાદ આજે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું મોંઘુ થઈ ગયું છે. આ સાથે ચાંદી પણ આશરે 700 રૂપિયા વધી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ (MCX Gold Price)આજે 59600 રૂપિયાને પાર ટ્રેડ કરી રહ્યો છે.
MCX પર મોંઘુ થયું સોનું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ આજે 0.65 ટકાની તેજીની સાથે 59608 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ સિવાય ચાંદીનો ભાવ 0.81 ટકાની તેજીની સાથે 72150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.
US માર્કેટમાં વધ્યો ગોલ્ડનો ભાવ
યૂએસ માર્કેટમાં પણ ગોલ્ડની કિંમતોમાં તેજી છે. યૂએસ માર્કેટમાં ગોલ્ડનો ભાવ આજે 0.74 ટકાની તેજીની સાથે 1,936.80 ડોલર પ્રતિ ઔંસ પર છે. આ સિવાય ચાંદીનો ભાવ 1.18 ટકાની તેજી સાથે 23.06 ડોલર પ્રતિ ઔંસ પર છે.
આ પણ વાંચોઃ 19 વર્ષ બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો IPO,રતન ટાટાએ પણ કર્યું રોકાણ, જાણો GMP
22 કેરેટ ગોલ્ડનો શું છે ભાવ?
22 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીમાં તેનો ભાવ 55100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય ચેન્નઈમાં 55150 રૂપિયા, અમદાવાદમાં 55000 રૂપિયા, બેંગલોર, હૈદરાબાદ, કોલકત્તા અને મુંબઈમાં 54950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.
ચેક કરો સોનાનો ભાવ
એક્સપર્ટનું માનવું છે કે હજુ પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. તમે સોનાની કિંમત ઘરે બેઠા પણ ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપી પ્રાઇઝ ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ મોકલશો તે નંબર પર તમને મેસેજ આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube