Gold Rate Today: કોવિડના બે વર્ષ બાદ આ વખતે દિવાળી શરાફા બજાર માટે ખુબ મહત્વની બની રહેશે. ફેસ્ટીવ સીઝનમાં માંગણી વધી છે અને આશા છે કે આ વખતે બજારમાં વધુ ફૂટફોલ જોવા મળશે. જો કે માગણી છતાં ભાવમાં સરેરાશ ઘટાડો જોવા મળ્યો છે. જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો આ સારી તક બની શકે છે. કારણ કે ગોલ્ડ પછી તેજી તરફ આગળ વધી શકે છે. મંદીના ડર વચ્ચે અને જિયો-પોલિટિકલ સ્થિતિને જોતા સોનાના ભાવ ફરીથી ઉછળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોના-ચાંદીના આજના ભાવ
આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ફ્યૂચર 141 રૂપિયા એટલે કે 0.28 ટકાના ઘટાડા સાથે 50,273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. તેની એવરેજ પ્રાઈસ 50,363.97 રૂપિયા પ્રતિ યુનિટ જોવા મળી હતી. ગત ક્લોઝિંગ 50,414 રૂપિયા પર થઈ હતી. આ દરમિયાન સિલ્વર ફ્યૂચર 111 રૂપિયા એટલે કે 0.2 ટકાના નુકસાન સાથે 56,243  રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળ્યો. તેની એવરેજ પ્રાઈસ 56,327.50 રૂપિયા પ્રતિ યૂનિટ પર નોંધાયેલી જોવા મળી. લાસ્ટ ક્લોઝિંગ 56,354 રૂપિયા પર થયું હતું. 


યુએસ ગોલ્ડની કિંમત 8.50 ડોલર કે 0.510817% ના ઘટાડા સાથે 1,655.50 ડોલર પ્રતિ ઔંસ અને સિલ્વરની કિંમત 0.119 ડોલર કે 0.635718% ના ઘટાડા સાથે 18.60 ડોલર પ્રતિ ઔંસ જોવા મળી. હવે જોઈએ ગોલ્ડના અલગ અલગ કેરેટ અને સિલ્વરના રેટ IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર શું છે. 


સોના-ચાંદીના બુલિયન એસોસિએશન પ્રમાણે રેટ

- Fine Gold (999)- 5,036
- 22 KT- 4,915
- 20 KT- 4,482
- 18 KT- 4,079
- 14 KT- 3,248
- Silver (999)- 56,010


(સોનાના આ ભાવ પ્રતિ ગ્રામ છે અને તેમાં જીએસટી  અને મેકિંગ ચાર્જ જોડવામાં આવ્યા નથી.)


IBJA નો ગઈ કાલનો ક્લોઝિંગ રેટ


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube