Gold Silver Price hike on 4 June 2024: મંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે. ચાંદીના ભાવમાં પણ 100 રૂપિયાથી વધુની તેજી જોવા મળી રહી છે અને આ 92,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના ભાવમાં 500 રૂપિયાથી વધુની તેજી
એમએસીએક્સ એટલે કે વાયદા બજાર મંગળવારે 5 જૂને ડિલીવરીવાળું સોનું 549 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે 72,279 રૂપિયાના ભાવ પર પહોંચી ગયું છે. સોમવારે સોનું 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. 


Stocks To Buy: રિઝ્લ્ટ દરમિયાન આ 10 Stocks પરથી હટાવતા નહી નજર, જોવા મળશે મોટી એક્શન


ચાંદીની ચમક વધી
સોનાની સાથે સાથે મંગળવારે ચાંદીની કિંમતમાં તેજી આવી છે. એમસીએક્સ પા 5 જુલાઇના રોજ ડિલીવરીવાળી ચાંદી ગઇકાલના મુકાબલે 121 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી મોંઘી થઇને 92,154 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે. સોમવારે ચાંદી 92,033 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ ગઇ હતી. 


મોટા શહેરોમાં કેટલા છે સોના-ચાંદીના ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 73,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 98,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
મુંબઈમાં 24 કેરેટ સોનું 72,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
કોલકાતામાં 24 કેરેટ સોનું 72,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.


શેર બજારને ગમ્યા નહી પરિણામો! અદાણી ગ્રુપની બધી કંપનીમાં હડકંપ, આ 5 સૌથી વધુ તૂટ્યા


નોઈડામાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
લખનૌમાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
જયપુર 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
પટનામાં 24 કેરેટ સોનું 72,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
પુણેમાં 24 કેરેટ સોનું 72,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ગુરુગ્રામમાં 24 કેરેટ સોનું 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 94,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.


શું છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની સ્થિતિ?
સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 4 જૂન, 2024ના રોજ, COMEX પર ગોલ્ડ જૂન ફ્યુચર્સમાં સોનું $2.27 ઘટીને $2,348.39 પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. તે જ સમયે, કોમેક્સ પર મે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ $ 0.16 સસ્તો થયો છે અને $ 30.57 પર આવ્યો છે.