નવી દિલ્હીઃ Gold Silver Price Today: કારોબારી સત્ર પ્રમાણે આજે વર્ષનો પ્રથમ દિવસ છે. સોમવારે સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળ જોવા મળ્યો છે. આજે 24 કેરેટ ગોલ્ડનો ભાવ વધીને 48279 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. 31 ડિસેમ્બરની તુલનામાં સોનાની કિંમતોમાં 196 રૂપિયાનો વધારો છે. આવો જાણીએ 3 જાન્યુઆરીએ સોના અને ચાંદીનો ભાવ શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોની બજારમાં સોના-ચાંદીનો આજનો ભાવ


ધાતુ 3 જાન્યુઆરી 2022 ના રેટ (રૂપિયા/10 ગ્રામ) 31 ડિસેમ્બર 2021 નો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 48279 48083 196
Gold 995 (23 કેરેટ) 48086   47890 196
Gold 916 (22 કેરેટ) 44224 44044 180
Gold 750 (18 કેરેટ) 36209  36062 147
Gold 585 ( 14 કેરેટ) 28243 28129 114
Silver 999 62035 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 61979 રૂપિયા પ્રતિ કિલોગ્રામ 35

IBJA નો ભાવ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા રેટમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદતા-વેચતા સમયે તમે IBJA ના ભાવનો હવાલો આપી શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટ એમ કહો તો હાજર ભાવ અલગ-અલગ જગ્યાએ અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં થોડુ અંતર હોઈ શકે છે. 


આ પણ વાંચોઃ કોવિડે રેલવેની કમાણીને પણ કરી 'બીમાર', 2019-20ના 2272 કરોડની તુલનામાં પાછલા વર્ષે મળ્યા 522 કરોડ


નિષ્ણાંતો આપી રહ્યાં છે ખરીદીની સલાહ
કોમોડિટી માર્કેટના નિષ્ણાંતોનું કહેવું છે કે આ સમયે સોનાની કિંમત તેના ઓલટાઇમ હાઈથી 8000 રૂપિયા નીચે છે અને જ્યારે પણ સોનું 1800 ડોલર પ્રતિ ઔંસની નીચે જાય છે તો તેનાથી ખરીદી થતી જોવા મળે છે. ત્યાં સુધી કે પાછલા સપ્તાહના ઉતાર-ચઢાવ ભર્યા કારોબારના સમયમાં પણ 1820-1835 ડોલરની રેન્જમાં આવેલી નફાખોરી બાદ ગોલ્ડના ભાવમાં જોરદાર ઉછાળ આવ્યો હતો. તેમણે સોનાના રોકાણકારોને ડિપ્સ પર ખરીદી બનાવી રાખવાની સલાહ આપી કારણ કે આગામી ત્રણ મહિનામાં સોનું 1880 ડોલરથી 1900 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર જઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube