નવી દિલ્હીઃ Gold Silver Rate: સોની બજાર (Bullion Market) માં આજે સોના અને ચાંદીની (Gold Silver Rate)ચમક થોડી ઘટી છે. સોના અને ચાંદી પોતાના ઉપરી લેવલથી નીચે આવી કારોબાર કરી રહ્યાં છે. ગોલ્ડ અને સિલ્વરના ભાવ આજે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનામાં આજે કેવો જોવા મળી રહ્યો છે કારોબાર
એમસીએક્સ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. MCX પર સોનામાં 409 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનું 0.68 ટકા ઘટીને 60102 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. સોનામાં આજે 59958 રૂપિયા પ્રતિ 10 ગ્રામ માટે નિચલા સ્તર પર ગયા હતા અને ઉપરની તરફ 60402 રૂપિયાના ઉપરના સ્તર પર જોવામાં આવ્યું હતું અને આ ઓપનિંગ લેવલ હતું. સોનાના ભાવ તેના જૂન વાયદા માટે છે અને કોમોડિટી બજારમાં આજે સોનું તે કોમોડિટીઝમાં છે, જેમાં લાલ નિશાનમાં કારોબાર થઈ રહ્યો છે. 


આ પણ વાંચોઃ DA ને લઇને આવી ગઇ ખુશખબરી, આ દિવસે મળશે 50 ટકા મોંઘવારી ભથ્થું!


ચાંદીમાં કેવો છે કારોબાર
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીના ભાવ જુઓ તો 230 રૂપિયા કે 0.31 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. તેમાં 74340 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર કારોબાર ચાલી રહ્યો છે. આજે તેમાં નીચેની તરફ 74057 રૂપિયા પ્રતિ કિલોનું લેવલ જોવામાં આવ્યું અને ઉપરની તરફ 74380 રૂપિયા સુધીનું સ્તર આવ્યું હતું. ચાંદીનો આ ભાવ તેને મે વાયદા માટે છે. 


દેશના ચાર મુખ્ય મહાનગરોમાં સોનું કેટલું સસ્તું
- દિલ્હીમાં આજે 24 કેરેટવાળુ 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તું થઈ 60,580 રૂપિયા પર મળી રહ્યું છે. 


- મુંબઈમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તું થઈને 60,430 રૂપિયા પર મળી રહ્યું છે. 


- કોલકત્તામાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તું થઈને 60580 રૂપિયામાં મળી રહ્યું છે. 


- ચેન્નઈમાં આજે 24 કેરેટવાળુ 10 ગ્રામ સોનું 420 રૂપિયા સસ્તું થઈને 61100 રૂપિયા પર મળી રહ્યું છે. 


આ પણ વાંચોઃ Coin: તમારા પાસે રહેલો ચલણી સિક્કો કયા શહેરમાં બનેલો છે, આ નિશાનીથી કરો ઓળખ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube