Gold Silver Price Today: થોડા દિવસ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શરાફા અને MCX માર્કેટ બંનેમાં સોનું લાલ નિશાન સાથે જોવા મળી રહ્યું છે. જો કે એમસીએક્સમાં શરાફા બજાર કરતા ઘટાડો ઓછો છે. જાણકારોનું કહેવું છે કે જો તમે શ્રાદ્ધ પક્ષનો વિચાર ન કરતા હોવ તો સોનું ખરીદવા માટે સારો સમય છે. નવરાત્રિમાં ફરી તેજી આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીના ભાવમાં ઘટાડો
ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી જાહેર થયેલા ભાવ મુજબ 24 કેરેટ ગોલ્ડના રેટમાં 382 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ભાવ ઘટીને 50296 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. ચાંદી 1215 રૂપિયા પ્રતિ કિલો તૂટી અને તે બુધવારે 56055 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી. આ અગાઉ 21 જુલાઈના રોજ સોનાના ભાવ 49972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા હતા. 


MCX ઉપર પણ તૂટ્યા ભાવ
MCX ઉપર પણ સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે. ઓક્ટોબર ડિલિવરીવાળું સોનું 63 રૂપિયા તૂટીને 50075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર ડિલિવરીવાળી ચાંદી 120 રૂપિયા પ્રતિ કિલો તૂટીને 56691 પર ટ્રેડ થઈ રહી છે. 


ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી બહાર પાડવામાં આવેલા ભાવ મુજબ 23 કેરેટ ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ 50095  રૂપિયા છે. જ્યારે 22 કેરેટવાળું સોનું 46071 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. 20 કેરેટ સોનું 37722 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટવાળું સોનું 29423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે.