Gold Price Today: જન્માષ્ટમી પર ઘટ્યા સોના-ચાંદીના ભાવ, ઝટપટ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Gold Price Today 19th August 2022: સોના ચાંદીના ભાવમાં છેલ્લા લગભગ એક મહિનાથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. શુક્રવારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો. શરાફા બજારમાં તેના ભાવમાં 200 રૂપિયા કરતા પણ વધુ તૂટ જોવા મળી. જો કે વાયદા બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો નથી. તાજેતરમાં સરકારે સોના પર આયાત ડ્યૂટી વધારી હતી.
Gold Price Today 19th August 2022: સોના ચાંદીના ભાવમાં છેલ્લા લગભગ એક મહિનાથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. શુક્રવારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો. શરાફા બજારમાં તેના ભાવમાં 200 રૂપિયા કરતા પણ વધુ તૂટ જોવા મળી. જો કે વાયદા બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો નથી. તાજેતરમાં સરકારે સોના પર આયાત ડ્યૂટી વધારી હતી. જુલાઈના પહેલા અઠવાડિયાથી સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી ભાવ વધીને 52 હજારને પાર જતો રહ્યો હતો. શુક્રવારે શરાફા બજાર ખુલતા જ શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો. 15 દિવસ બાદ સોનાના ભાવ 52 હજારની નીચે આવ્યા છે. આ અગાઉ 3 ઓગસ્ટના રોજ રેટ 52 હજારની નીચે હતા.
આજે 24 કેરેટ સોનાનો ભાવ 213 રૂપિયા તૂટીને 51868 પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી આજે સવારે જાહેર થયેલા રેટ્સ મુજબ 23 કેરેટ સોનું 51868 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું. એક કિલો ચાંદીનો ભાવ 1034 રૂપિયા તૂટીને 56064 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.
MCX રેટ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ઉપર પણ આજે ભાવમાં ઘટાડો જોવા મળ્યો. શુક્રવારે બંને ધાતુ લાલ નિશાન સાથે ટ્રેડિંગમાં જોવા મળી. બપોરે લગભગ એક વાગે સોનું મામૂલી ઘટાડા સાથે 51,565 રૂપિયા જોવા મળ્યું. ચાંદીમાં 0.75 ટકા ઘટાડો જોવા મળ્યો અને તે તૂટીને 56068 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.
ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન મુજબ 23 કેરેટ ગોલ્ડ 51660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ ગોલ્ડ 47511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ ગોલ્ડ 38901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ ગોલ્ડ 30343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. સામાન્ય રીતે લોકો 22 કેરેટ ગોલ્ડના દાગીના બનાવડાવે છે જેનો રેટ 47511 રૂપિયા છે. 999 પ્યોરિટીવાળી ચાંદી 56.64 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.
ખાસ નોંધ: ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન વેબસાઈટ પર જણાવ્યાં મુજબ આ ભાવમાં GST/VAT સામેલ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube