COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold Rate Today: સોનું ખરીદવાનું મન થતું હોય તો તમારા માટે ખુબ કામના સમાચાર છે. 22 જુલાઈ એટલે કે આજે સોનાના ભાવમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. દિલ્હીના શરાફા બજારમાં સોનાના  ભાવમાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે સોનું લેવા માટે અત્યારે સારો સમય છે એવું કહી શકાય. 


ગુડ રિટર્ન્સ વેબસાઈટના આંકડા મુજબ આજે 22 કેરેટ સોનાનો ભાવ 46,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈ કાલે ગુરુવારે સોનાનો ભાવ 46,400 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે જોઈએ તો સોનાના  ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે. વાત 24 કેરેટ સોનાની કરીએ તો 10  ગ્રામ 24 ગ્રામ સોનામાં પણ 440 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ આજે 50180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. ગઈ કાલે સોનાનો ભાવ 50,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 


ઓલટાઈમ હાઈથી આટલું સસ્તું છે સોનું
શુક્રવારે શરાફા બજારમાં 24 કેરેટ સોનું રેકોર્ડ રેટથી 5220 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં સોનું ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોંચી ગયું હતું. ઓગસ્ટ 2020માં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ 55,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. 


ચાંદીનો ભાવ જાણો
આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. ગુડરિટર્ન વેબસાઈટના આંકડા મુજબ આજે ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. આ સાથે એક કિલો ચાંદીનો ભાવ 55,600 રૂપિયા પહોંચી ગયો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ એક કિલોગ્રામના 55900 રૂપિયા હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube