Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી, રેકોર્ડ સ્તર પર પહોંચ્યા રેટ, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: સોના અને ચાંદીના ભાવમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે આજે બંને કિમતી ધાતુમાં તેજી જોવા મળી રહી છે. દિવાળી પછી સોના અને ચાંદીમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને શરાફા બજાર બંનેમાં ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી. આ અગાઉ ગુરુવારે પણ બંને કિંમતી ધાતુઓમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.
Gold-Silver Price: સોના અને ચાંદીના ભાવમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે આજે બંને કિમતી ધાતુમાં તેજી જોવા મળી રહી છે. દિવાળી પછી સોના અને ચાંદીમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. નવેમ્બરમાં જ સોનાના ભાવમાં 2600 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુની તેજી જોવા મળી. જ્યારે ચાંદી 6000 રૂપિયા પ્રતિ કિલોથી વધુ ચડી ગઈ. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને શરાફા બજાર બંનેમાં ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી. આ અગાઉ ગુરુવારે પણ બંને કિંમતી ધાતુઓમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.
MCX પર સોનાના ભાવમાં ફેરફાર નથી
સોના અને ચાંદીના રેટ એકવાર ફરીથી રેકોર્ડ લેવલની આજુબાજુ દોડી રહ્યા છે. આ અગાઉ ઓગસ્ટ 2020માં સોનાએ 56,200 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) બજાર પર શુક્રવાર બપોરે 12 વાગ્યે ગોલ્ડ ફ્યૂચરનો રેટ સપાટ જોવા મળ્યો. જે 53893 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જ કારોબાર કરી રહ્યો હતો. જ્યારે ચાંદીમાં 496 રૂપિયાની તેજી જોવા મળી. જે ચડીને 65905 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી. આ અગાઉના સેશનમાં સોનું 53893 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 65409 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
430 રૂપિયા મોંઘુ થયું સોનું
શરાફા બજારમાં ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી બહાર પડેલા ભાવ મુજબ 24 કેરેટ ગોલ્ડનો ભાવ 430 રૂપિયાની તેજી સાથે 53611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો. આ ઉપરાંત 999 પ્યોરિટીવાળી ચાંદી 1483 રૂપિયાની તેજી સાથે 64686 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. 23 કેરેટવાળા સોનાનો રેટ 53396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 49108 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ 40208 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube