Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવ જાહેર થઈ ગયા છે. સોનાના ભાવ દિવસમાં બેવાર જાહેર કરવામાં આવે છે. એકબાજુ સોનાના ભાવમાં વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 52140 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 57838 રૂપિયા થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ibjarates.com મુજબ 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 51931 થયા છે. જ્યારે 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 47760 થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 39105 રૂપિયા અને 585 પ્યોરિટીવાળા સોનાની કિંમત આજે 30502 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ ઘટીને 57838 રૂપિયા થયો છે. 


ભાવમાં કેટલો ફેરફાર?
સોના ચાંદીના  ભાવની વાત કરીએ તો તેમાં રોજ ફેરફાર થાય છે. આજે 999 પ્યોરિટીવાળું સોનું 101 રૂપિયા જેટલું મોંઘુ થયું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 100 રૂપિયા જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 92 રૂપિયા મોંઘુ થયું છે. 750 પ્યોરિટીવાળું સોનું 76 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સોનું 59 રૂપિયા મોંઘુ થયું છે. એક કિલો ચાંદીના ભાવમાં 219 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 


24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube