Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે પહેલી માર્ચ 2024ના રોજ સોનું અને ચાંદી બંને મોંઘા થયા છે. સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘડીમાં ભાવ ચડી જાય તો ઘડીમાં ઉતરી જાય છે. આ બધા વચ્ચે જો લગ્નગાળને ધ્યાનમાં રાખીને તમારે પણ સોના અને ચાંદીના દાગીના ખરીદવા હોય કે રોકાણ માટે લગડી લેવાની હોય તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે બજાર ખુલ્યું ત્યારે 351 રૂપિયા ઉછળીને 62592 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ગઈ કાલે સાંજે મામૂલી ઘટાડા સાથે 62242 પર સોનું બંધ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 321 રૂપિયા વધીને 57334 રૂપિયાના ભાવે છે. 


અનંત-રાધિકાના પ્રી વેડિંગ માટે જામનગર જ કેમ પસંદ કર્યું? નીતા અંબાણીએ જણાવ્યું કારણ


ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 665 રૂપિયા ઉછળીને 69977 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી છે. ચાંદી ગઈ કાલે 212 રૂપિયા તૂટીને 69312 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. જ્યારે આજે ભાવમાં વધારો નોંધાયો છે. 


આ ટબુકડા શેરમાં જોવા મળી રહી છે જબરદસ્ત તેજી, ધડાધડ 1100% જેટલો ચડી ગયો, જાણો કારણ


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube