Gold Rate Today: મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Latest Gold Rate: જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે સોનું અને ચાંદી બંને ગગડ્યા છે. રિટેલ ભાવ અને વાયદા બજાર બંનેમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. લેટેસ્ટ રેટ ખાસ જાણો.
ગત અઠવાડિયે જબરદસ્ત તેજી બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે એકબાજુ જ્યાં ભારતીય શેર બજાર દમદાર તેજી સાથે ખુલ્યું તો સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર MCX અને શરાફા બજારમાં સોનું અને ચાંદી પછડાયા છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ચેક કરો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,089 રૂપિયાના કડાકા સાથે 76,698 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જે અગાઉ 77,787ના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 1,762 રૂપિયા ગગડીને 89,088 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળી છે. જે અગાઉ 90,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.
રિટેલ ભાવ પર ફેરવો નજર
કેટલું સસ્તું થયું સોનું-ચાંદી
વાયદા બજાર MCX ની વાત કરીએ તો સોમવારે સોનું 1.21 ટકા એટલે કે 936 રૂપિયાના કડાકા સાથે 76680 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થતું જોવા મળ્યું. ગત કારોબારી સત્રમાં તે 77,616 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ક્લોઝ થયું હતું. સોનાની જેમ જ ચાંદીમાં પણ કડાકો જોવા મળ્યો છે. MCX પર 1248 રૂપિયા (1.37 ટકા)ના ઘટાડા સાથે ચાંદી 89520 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ટ્રેડ થઈ રહી છે. ગત કારોબારી સેશનમાં તે 90,768 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.