Gold-Silver Price Today 6th December:  આંતરરાષ્ટ્રીય બજારની સાથે સાથે ભારતીય વાયદા બજારમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહો છે આ સાથે જ ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. લગ્નગાળામાં છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના  ભાવમાં વધારો થવાથી લોકો પરેશાન હતા. પરંતુ આજે સોનું અને ચાંદી બંને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે શું છે સોના-ચાંદીનો  ભાવ?
મંગળવારે સવારે 9.10 વાગ્યા સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પોતાના ગઈકાલના બંધ ભાવથી 387 રૂપિયા ઘટીને 53463 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે.  જ્યારે ચાંદીનો ભાવ1258 રૂપિયા ઘટીને 65191 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચ્યો છે. 


તેનાથી અલગ સોમવારે સોનું અને ચાંદી બંને લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ઘરેલુ માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 227 રૂપિયા વધીને 54386 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે તેના ગત કારોબારી સત્રમાં સોનું 54159 ના સ્તરે જોવા મળ્યું હતું. જો ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ 1166 રૂપિયા છલાંગ લગાવીને 67270 રૂપિયા પર ટ્રેડ બંધ થયું હતું. 


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવ
જો વાત આંતરરાષ્ટ્રીય બજારની કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4.10 ડોલર વધીને 1773 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 0.11 ડોલર તેજી સાથે 22.34 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. 


સોના પર ઘટી શકે છે આયાત ડ્યૂટી!
આ બધા વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ભારત સરકાર સોના પર આયાત ડ્યૂટી ઘટાડી શકે છે. નાણા મંત્રાલય આયાત ડ્યૂટીને 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરી શકે છે. જો કે નાણા વિભાગ તરફથી હજુ કોઈ સંકેત સામે આવ્યા નથી. આ સૂચન હજુ પણ મંત્રાલયમાં વિચારણા હેઠળ છે અને તેના પર મહોર લગાવવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube