Gold Rate Today: સોનાના ભાવમાં કડાકો, લગડી-દાગીના લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ
Gold rate today: ગઈ કાલે ભારતનો 76મો સ્વતંત્રતા દિવસ હતો. જેને કારણે બજાર બંધ રહ્યું. આજે સપ્તાહના બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે 52180 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે 57905 રૂપિયે વેચાઈ રહી છે.
Gold rate today: ગઈ કાલે ભારતનો 76મો સ્વતંત્રતા દિવસ હતો. જેને કારણે બજાર બંધ રહ્યું. આજે સપ્તાહના બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે 52180 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે 57905 રૂપિયે વેચાઈ રહી છે.
આજના સોના-ચાંદીના ભાવ (આ ભાવમાં GST/VAT સામેલ નથી)
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ આજે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 52180 રૂપિયા છે. જ્યારે 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 51971, 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 47797 રૂપિયા, 750 પ્યોરિટીવાળું સોનું 39135 રૂપિયા, 585 પ્યોરિટીવાળું સોનું 30525ના ભાવે વેચાઈ રહ્યું છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 57905 રૂપિયા છે. અત્રે જણાવવાનું કે ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે સવારે અને સાંજે.
કેટલા ઘટ્યા ભાવ
સોના ચાદીના ભાવમાં રોજેરોજ ફેરફાર થાય છે. 999 પ્યોરિટીવાળું સોનું 281 રૂપિયા સસ્તુ થયું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 280 રૂપિયા સસ્તું થયું છે. 916 પ્યોરિટીવાળા સોનામાં 257 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનામાં 211, 585 પ્યોરિટીવાળા સોનામાં 165 રૂપિયાનો ઘટાડો થયો છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવમાં 447 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
MCX પર ભાવ
ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર હાલ સોનાના ભાવમાં 533 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને સોનામાં હાલ 52052 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડિંગ થઈ રહ્યું છે. ડિસેમ્બર ડિલિવરીવાળું ગોલ્ડ 500 રૂપિયાના ઘટાડા સાથે 52299 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીમાં 1177 રૂપિયાનો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 58099 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ડિસેમ્બર ડિલિવરીવાળી ચાંદી 1189 રૂપિયાના ઘટાડા સાથે 59200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ થયેલી જોવા મળી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટાડા સાથે 1796 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 20.22 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. ડોમેસ્ટિક માર્કેટમાં ગત સપ્તાહે સોનું પાંચ સપ્તાહના ઉચ્ચતમ સ્તરે અને ચાંદી છ સપ્તાહના ઉચ્ચતમ સ્તરે બંધ થઈ હતી. આવામાં તજજ્ઞોએ આ સ્તરે કરેક્શનની સંભાવના જતાવી હતી.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube