આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં આવેલી રેકોર્ડતોડ તેજીની અસર હવે ઘરેલુ વાયદા બજાર અને શરાફા બજારમાં પણ જોવા મળી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી છે. તહેવારો ટાણે તમે જો સોનું કે ચાંદી  ખરીદવાનું પ્લાન કરી રહ્યા હોવ તો લેટેસ્ટ રેટ ફટાફટ ચેક કરી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 204 રૂપિયા ઉછળીને 74,671 રૂપિયાના સ્તરે પહોંચ્યું. જે કાલે 74,467 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 187 રૂપિયા ચડીને 68,399 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 68212 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે. 312 રૂપિયા ઉછળીને ચાંદી આજે 88,068 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી જે કાલે 87,756 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 



વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું આજે 200 રૂપિયાથી વધુ તેજીમાં જોવા મળ્યું અને ચાંદી 700 રૂપિયાથી વધુ ચડેલી જોવા મળી. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.