નવી દિલ્હીઃ Gold, Silver Rate Update, 06 September 2021: ભારતીય બજારમાં એકવાર ફરી સોનાના ભાવમાં (Gold Price today) ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ સ્થિર છે. એમસીએક્સ પર સોનાનો વાયદા ભાવ 0.15 ટકા ઘટી 47451 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તો ચાંદીનો ભાવ (Silver price today) 65,261 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. ગોલ્ડ પોતાના પાછલા વર્ષના રેકોર્ડ હાઈ 56200 રૂપિયાથી લગભગ 8700 રૂપિયા સસ્તું ચાલી રહ્યું છે. પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવનારી તહેવારોની સીઝન પહેલા તેની કિંમત પાછલા રેકોર્ડ હાઈને પાર કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા સપ્તાહે સોનાની ચાલ (30 ઓગસ્ટ-3 સપ્ટેમ્બર)


દિવસ                 સોનું (MCX ઓક્ટોબર વાયદા)
સોમવાર                 47164/10 ગ્રામ
મંગળવાર                47120/10 ગ્રામ
બુધવાર                   47068/10 ગ્રામ
ગુરૂવાર                   46991/10 ગ્રામ
શુક્રવાર                 47070/10 ગ્રામ 


ગ્લોબલ માર્કેટમાં સોનાનો હાજર ભાવ1826.65 ડોલર પ્રતિ ઔંસની નજીક રહ્યો છે. તો ચાંદી 24.69 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે.


આ પણ વાંચોઃ Good News! તહેવાર પહેલા 6 કરોડ લોકોના ખાતામાં સરકાર પૈસા જમા કરશે, ફટાફટ આ રીતે ચેક કરજો બેલેન્સ


બે સપ્તાહ પહેલા સોનાની ચાલ (23-27 ઓગસ્ટ)
દિવસ                   સોનું (MCX ઓક્ટોબર વાયદા)
સોમવાર                 47584/10 ગ્રામ
મંગળવાર                47612/10 ગ્રામ
બુધવાર                 47179/10 ગ્રામ
ગૂરૂવાર                  47237/10 ગ્રામ
શુક્રવાર                 47538/10 ગ્રામ


22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું
Good Returns વેબસાઇટ અનુસાર આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,742, 8 ગ્રામ પર 37936, 10 ગ્રામ પર 47420 અને 100 ગ્રામ પર 4,74,200 રૂપિયા ચાલી રહી છે. તો પ્રતિ 10 ગ્રામ જુઓ તો 22 કેરેટ સોનું 46420 પર ચાલી રહ્યું છે. 


દેશના શહેરોમાં જોઈએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 46670 અને 22 કેરેટ સોનાની કિંમત 50920 પર ચાલી રહી છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 46420 અને 24 કેરેટ સોનું 47420 પર ચાલી રહ્યું છે. કોલકત્તામાં 22 કેરેટ સોનું 47,020 રૂપિયા છે, તો 24 કેરેટ સોનું 49720 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 44980 રૂપિયા અને 24 કેરેટ સોનું 49070 રૂપિયા પર છે. આ કિંમત પ્રતિ 10 ગ્રામ સોના પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube