Gold Price Today: હાઈ લેવલથી 1100 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો ગોલ્ડની નવી કિંમત
Gold Silver Price Today: ભારતમાં આ સમયે લગ્નની સીઝન ચાલી રહી છે અને સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનું 950 રૂપિયા જેટલું સસ્તું થઈ ગયું છે. તો ચાંદીની વાત કરીએ તો તેના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ Gold Silver Rate Today: દેશભરમાં આ દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ખુબ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેનાથી ગ્રાહકોના ચહેરા પર રોનક જોવા મળી રહી છે. જો તમે આજે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. સોની બજારમાં સોનું પોતાના હાઈ લેવલ રેટથી આશરે 1100 રૂપિયા સસ્તામાં વેચાઈ રહ્યું છે.
થોડા સમય પહેલાં સોના અને ચાંદીની કિંમતે પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. સોનાના 24 કેરેટ અને 22 કેરેટ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે તમારો સોના-ચાંદી ખરીદવાનો પ્લાન હોય તો આ સારો સમય છે.
છેલ્લા 24 કલાકમાં શનિવારની સ્થિતિ પ્રમાણે ભાવમાં 420 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે (20 મે) 24 કેરેટ સોનું (10 ગ્રામ) નો ભાવ 60280 રૂપિયા રહ્યો, જ્યારે 22 કેરેટ સોનું (10 ગ્રામ) નો ભાવ 55210 રૂપિયા છે.
આ પણ વાંચોઃ પહેલાં ભારતમાં ચલણમાં હતી 10,000 રૂપિયાની નોટ, જાણો ક્યારે ક્યારે બંધ થઇ મોટી નોટો
આ શહેરોમાં જાણો સોનાનો રેટ
દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 61020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો મુંબઈમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 60870 રૂપિયા છે. તો ચાંદીનો ભાવ 71784 રૂપિયા છે.
મિસ્ડકોલથી જાણો સોનાની નવી કિંમત
ભારતીય સોની બજારમાં ચાલી રહેલા સોના-ચાંદીના ભાવ તમે ઘરે બેસીને પણ જાણી શકો છો. તમે 7955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. ત્યારબાદ તમને એસએમએસ દ્વારા નવા ભાવ જાણવા મળી જશે. આ સિવાય તમે www.ibja.co પર સોના ચાંદીના ભાવ જાણી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube