Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવ
Gold PriceToday 7 June: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.
Gold Silver Price Today: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી યથાવત છે. ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયું છે. અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર ચાલી રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ 94,000 આસપાસ પહોંચી ગઇ છે.
ભારતીય વાયદા બજારમાં શુક્રવારે (7 જૂને) ગોલ્ડ ફ્યૂચર 243 રૂપિયાની તેજી સાથે 73,374 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું, જોકે કાલે 73,131 પર બંધ થયો હતો. ચાંદી આ દરમિયાન 495 રૂપિયાની તેજી સાથે 94311 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. ગુરૂવારે મેટલ 93,816 પર બંધ થયો હતો.
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસ
આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં આપશે તાબડતોડ રિટર્ન
ગ્લોબલ બજારમાં સોનામાં ઉછાળો
કોમેક્સ પર સોનું કાલે 20 ડોલર ઉછળીને $2400 ની પાસે પહોંચી ગયું અને ચાંદીમાં 1 વર્ષમાં સૌથે મોટી ઇંટ્રાડે બઢત નોંધાઇ હતી. અમેરિકામાં નબળા જોબ ડેટા આવાતા વ્યાજ દરોમાં કાપની આશાનીને હવા મળી હેસ તેનાથી ગોલ્ડ બે અઠવાડિયાના હાઇ પર પહોંચી ગયું. સ્પોટ ગોલ્ડ 0.8% ની તેજી સાથે $2.373.99 પ્રતિ ઔંસ પર પહોંચી. યૂએસ ગોલ્ડ ફ્યૂચર પણ 0.7% ડોલર પ્રતિ ઔંસ પર હતું.
Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તક
Offer: ભૂલથી પણ ચૂકતા નહી આ મોકો, 5 સીટર કાર મળી રહ્યા છે 4.4 લાખ સુધીના બેનિફિટ્સ
બુલિયન માર્કેટમાં સોનું થયું મોંઘુ
આંતરરાષ્ટ્રીય બજારના સારા સંકેતો વચ્ચે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે સોનું રૂ. 680 અને ચાંદી રૂ. 1,400 વધી હતી. સોનું રૂ. 680 વધીને રૂ. 73,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 1,400 રૂપિયા વધીને 93,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 91,900 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
Airtel 395 vs Jio 395 Plan: કિંમત એકસરખી, છતાં પણ ફાયદામાં ફરક, શું મળશે ફાયદા
કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.
જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.