સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના ભાવ
વૈશ્વિક બજારોંમાં મંદીના માહોલ અને સ્થાનિક આભૂષણ નિર્માતાઓની માંગ ઘટવાને કારણે દલ્હીના સર્રાફા બજાપમાં ગુરુવારે સોનામાં 100 રૂપિયાનો ઘટાડો આવી 31,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો.
નવી દિલ્હી: વૈશ્વિક બજારોંમાં મંદીના માહોલ અને સ્થાનિક આભૂષણ નિર્માતાઓની માંગ ઘટવાને કારણે દલ્હીના સર્રાફા બજાપમાં ગુરુવારે સોનામાં 100 રૂપિયાનો ઘટાડો આવી 31,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોમાં ઘટાડો આવવાને કારણે ચાંદીના ભાવ પણ 300 રૂપિયા ઘટીને 38,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયા હતા.
વેપારીઓએ કહ્યું કે, અમેરિકા ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે ત્રીદી વાર વ્યાજ દરોમાં વધારો કરવાથી વૈશ્વિક વલણ અને સ્થાનિક માંગો પણ ઘટવાને કારણે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં બુધવારે સોનાનો ભાવ 0.56 ટકા નુકશાન સાથે 1,194.10 ડોલર આવી ગયો હતો, ચાંદી પણ 0.94 ટકા ટૂટીને 14.30 ડોલર આવી ગયો હતો.
દિલ્હીના સર્રાફા બજારમાં સોનું 99.9 તથા 99.5 ટકા શુદ્ધતા સાથે 100-100 રૂપિયા ટૂટીને ક્રમશ: 31,550 અને 31,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ આવી ગયો હતો. બુધવારે સોનાના ભાવમાં 75 રૂપિયા ઘટ્યા હતા. જ્યારે દિલ્હીના ભાવ 24,500 રૂપિયા પ્રતિ આઠ ગ્રામ પર રહ્યો હતો.
સોનાની સાથે ચાંદી પણ 300 નુકશાન સાથે 38,450 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતું. સાપ્તાહિક ડિલિવરીના ભાવમાં 290 રૂપિયાનો ઘટાડો આવી 37,970 રૂપિયા પ્રતિ કોલોગ્રામ પર આવી ગયો હતો. ચાંદીના સિક્કાનું લેવલ 72,000 રપિયા અને વેચાણ માટે 73,000 રૂપિયા પર રહ્યો હતો.