Groundnut Oil prices Hike ગૌરવ દવે/રાજકોટ : સતત થઈ રહેલા તેલના ભાવમાં ભડકાથી હવે માંડ રાહત મળી છે. ગુજરાતમાં સાતમ આઠમના તહેવાર પહેલા રાહતના સમાચાર આવ્યા છે. સીંગતેલમાં ડબ્બે રૂપિયા 40 નો ઘટાડો થયો છે. જોકે, ભાવ ઘટાડા છતા સીંગતેલનું ડબ્બો હજી પણ 3000 ને પાર જ છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો 3000 થી 3,040 રૂપિયા બોલાઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટમાં નવી મગફળી આવતા ભાવમાં ઘટાડો 
સીંગતેલના ભાવમાં રૂપિયા સીધો 40 રૂપિયાનો ઘટાડો થયો છે. રૂપિયા 40નો ઘટાડો થતાં સીંગતેલનો ડબ્બો ૩૦૬૦ રૂપિયાએ પહોંચ્યો છે. શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવાર પહેલા જ સિંગતેલના ભાવમાં થોડા અંશે ઘટાડો થતાં વેપારીઓ અને ગૃહિણીઓ માટે આ સમાચાર રાહતના ગણી શકાય. નવી મગફળીની આવક થતા સીંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો હોવાનું કહેવાય છે.


ઓગસ્ટ નહિ જાય કોરો, આગામી 5 દિવસ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની અંબાલાલ પટેલની અગાહી


તેલના ભાવમાં સતત ઉછાળો
ખાદ્યતેલમાં ગત સપ્તાહે રૂ. 10-20નો નજીવો ઘટાડો આવ્યા બાદ શુક્રવારે સપ્તાહના અંતમાં સીંગતેલમાં વધુ રૂ. 10 અને કપાસિયા તેલમાં રૂ. 5નો ભાવવધારો આવ્યો હતો. આ સાથે જ સીંગતેલનો ડબ્બો રૂ. 3100નો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 5નો વધારો આવ્યો હતો. આ સાથે સીંગતેલનો ડબ્બો રૂ. 3000 અને કપાસિયા તેલનો ડબ્બો રૂ. 1700એ પહોંચવામાં માત્ર રૂ. 5નું જ છેટું રહ્યું છે. અન્ય સાઇડતેલમાં નજીવી વધઘટ આવી હતી.


અમદાવાદના ગુમ પાટીદાર યુવકની લંડનમાં લાશ મળી, આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો


હવે દિવાળી સુધી ખાદ્યતેલની ડિમાન્ડ યથાવત રહેશે
સીંગતેલ લુઝમાં 1825-1875ની ભાવની સપાટીએ સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. જ્યારે કપાસિયા વોશમાં 895-900નો ભાવ રહ્યો હતો. જેમાં પણ રાબેતા મુજબ કામકાજ નોંધાયા હતા.હાલમાં નવી મગફળીની આવક પણ શરૂ થઇ ગઈ છે. નવી આવક વધવાને કારણે ઓઇલમિલમાં પિલાણ વધવાની આશા સેવાઈ રહી હતી. ભાવ કાબૂમાં આવશે. પરંતુ નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ હોવા છતાં લોકોને નિરાશા મળી છે. હવે દિવાળી સુધી ખાદ્યતેલની ડિમાન્ડ યથાવત રહેશે. સટ્ટાખોરો સક્રિય થયા છે. હાલ મગફળી-ખાદ્યતેલની જે ડિમાન્ડ છે તેની સામે તેનો જથ્થો ઓછો રિલીઝ કરીને કૃત્રિમ તેજી ઉભી કરે છે જેને કારણે સામાન્ય લોકો પર બોજો આવી રહ્યો છે. તહેવાર સમયે જ ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.


કેમ આ લોકો CMO ના નામે આટલો પાવર કરે છે, તસવીરો જોઈ લો, તમે પણ કહેશો કે કેમ કરે છે