નવી દિલ્હી: દરેક હાઇવે, દરેક એક્સપ્રેસ વે પર દર 25 કિલોમીટરે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન (Electric vehicle Charging station) ખોલવામાં આવશે. આ હાઇવેની બંને તરફ હશે. દર 100 કિલોમીટર પર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ખુલશે. તો બીજી તરફ દરેક શહેરને 3 કિલોમીટર લાંબા 3 કિલોમીટર પહોળા ચાર્જિંગ ગ્રિડ સાથે જોડવામાં આવશે. સરકારે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ માટે પોલિસી ગાઇડલાઇન્સમાં ફેરફાર કરી દીધો છે. દરેક શહેરને ચાર્જિંગ સ્ટેશન ગ્રિડ સાથે જોડવાનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કો 3 વર્ષનો હશે અને બીજો તબક્કો 3 થી 5 વર્ષનો હશે. ઉર્જા મંત્રાલયના અંતગર્ત આવનાર બ્યૂરો ઓફ એનર્જી ઇફિંશિયન્સી BEE ને આ કામ માટે નોડલ એજન્સી બનાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે ફરીથી આ વાતને કહી છે કે અંગત ઉપયોગ માટે જો તમે ઘરે ચાર્જિંગ સ્ટેશન ખોલવા માંગો છો તો ખોલી શકો છો. ઓફિસમાં પણ ખોલી શકો છો. બસ તમારે સરકાર દ્વારા નિર્ધારિત ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. આ કામમાં BEE ઉપરાંત તમારા વિસ્તારના પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની મદદ કરશે. તો બીજી તરફ ચાર્જિંગ સ્ટેશન ખોલવા માટે કોઇ લાઇસન્સની જરૂર નહી પડે. કોઇ વ્યક્તિ જો પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ખોલવા માંગે છે તો તે ખોલી શકે છે. ચાર્જિંગ કરવાને સરકારે સર્વિસની શ્રેણીમાં રાખ્યું છે એટલા માટે તેના પર કમીશન અને સર્વિસ ચાર્જ પણ ફિક્સ થશે. 


સરકાર 2030 સુધી દેશના બધા વાહનોમાંથી 30% વાહનને ઇલેક્ટ્રિક વાહન બદલવાની યોજના ઇ-મોબિલિટી પર ભાર મુકી રહી છે. તેના માટે મોટા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત હશે. જોકે સરકાર આ દિશામાં ફોકસ કરી રહી છે. એક અનુમાન અનુસાર જો 5 લાખ ઇલેક્ટ્રિક કાર 4 વર્ષ સુધી ચાલે તો 83.2 કરોડ લીટર ઇંધણ બચ્યું છે, તો બીજી તરફ 22.3 લાખ ટન કાર્બનડાયોક્સાઇડ બનતાં રોકી શકે છે. દેશમાં હાલ 4 લાખથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટર્ડ છે. જોકે ઇ રિક્શાને ઉમેરીએ તો આ સંખ્યા વધુ હશે.