નવી દિલ્હીઃ સાત મહિનાની રાહ જોયા બાદ આખરે કેન્દ્ર સરકારે મંગળવારે નાણાકિય વર્ષ 2018-19 માટે ઈપીએફ પર 8.65% વ્યાજદરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના આ નિર્ણયથી છ કરોડથી વધુ સક્રિય શેરધારકોને ફાયદો થશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ આ વર્ષે ફેબ્રુઆરીમાં નાણાકિય વર્ષ 2018-19 માટે ઈપીએફ પર 8.65 ટકા વ્યાજદર આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ નાણા મંત્રાલયની મંજૂરી ન મળવાને કારણે આજ સુધી તેને સબ્સક્રાઇબર્સના ખાતામાં ક્રેડિટ કરવામાં આવ્યા નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રાલયની મંજૂરીની હતી રાહ
પીએફઓએ કહ્યું હતું કે તે નાણા મંત્રાલય પાસેથી ઔપચારિક મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે આ પ્રકારના વિલંબને કારણે ડિપોઝિટ પર મળનારા રિટર્ન પર પ્રતિકૂળ અસર પડે છે. 


દરમાં 0.10 ટકાનો વધારો
વ્યાજદરમાં 10 આધાર પોઈન્ટ (0.10%)નો વધારો કરવામાં આવ્યો છે, કારણ કે નાણાકિય વર્ષ 2017-2018મા તેના પર વ્યાજદર 8.55 ટકા હતો. નાણાકિય વર્ષ 2016/17મા પણ ઈપીએફ પર વ્યાજદર 8.55 ટકા હતો. 


ઈપીએફઓની પાસે હવે 151 કરોડનો સરપ્લસ
નાણાકિય વર્ષ 2018/19મા ઈપીએફ પર 8.65 ટકા વ્યાજદર આપ્યા બાદ ઈપીએફઓની પાસે માત્ર 151 કરોડ રૂપિયાનો સરપ્લસ વધ્યો છે, જે પહેલાના સ્તરથી ઓછા છે. નાણાકિય વર્ષ 2017/18મા તેમની પાસે 586 કરોડ રૂપિયાનો સરપ્લસ હતો.