નવી દિલ્હીઃ પ્રારંભીક લોક પ્રસ્તાવ (આઈપીઓ) પર દાવ લગાવી કમાણી કરનાર રોકાણકારો માટે 11 મેનો દિવસ ખાસ હશે. આ દિવસે એક સાથે બે મોટી કંપનીઓના આઈપીઓ રિટેલ રોકાણકારો માટે ખુલી રહ્યાં છે. આ બે કંપની છે ડેલ્હીવરી અને વીનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેલ્હીવરીઃ સપ્લાય ચેઇનની કંપનીએ પોતાના 5235 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇઝ 462-487 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીએ જણાવ્યું કે આઈપીઓ 11 મેએ ખુલશે અને 12 મેએ બંધ થશે. એન્કર રોકાણકારો માટે બોલી 10 મેએ ખુલશે. 


આઈપીઓનો આકાર પહેલાના 7460 કરોડ રૂપિયાથી ઘટાડી હવે 5235 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. તેમાં 4 હજાર કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જારી થશે અને વર્તમાન શેરધારકો દ્વારા 1235 કરોડ રૂપિયાનું ઓએફએસ કરવામાં આવશે.


ઓએફએસ હેઠળ રોકાણકાર કાર્લાઇલ ગ્રુપ અને સોફ્ટબેન્ક તથા ડેલ્હીવરીના સહ-સંસ્થાપક આ લોજિસ્ટિક્સ કંપનીમાં પોતાની કેટલીક ભાગીદારી વેચશે. મહત્વનું છે કે ઈ-વાણિજ્ય ક્ષેત્રની આ લોજિસ્ટિક્સ કંપની દેશના 17,045 સ્થાનો પર સેવાઓ પ્રદાન કરે છે. 


આ પણ વાંચોઃ ક્યાંક તમારા આધાર કાર્ડનો તો નથી થઈ રહ્યો છે દુરૂપયોગ? આવી રીતે કરો ખાતરી


વીનસ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સઃ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ પ્રમાણે આઈપીઓ હેઠળ કંપનીના 50.74 લાખ ઇક્વિટી શેરોનું વેચાણ કરવામાં આવશે. આઈપીઓ 11 મેએ ખુલશે અને 13 મેએ બંધ થશે. એન્કર રોકાણકારો માટે બોલી 10 મેએ ખુલશે. આઈપીઓથી થનારી કમાણીનો ઉપયોગ ક્ષમતા વિસ્તાર, કાર્યશીલ મૂડી જરૂરીયાત અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. 


કંપનીના વીનસ બ્રાન્ડના ઉત્પાદકોમાં આપૂર્તિ રસાયણ, એન્જિનિયરિંગ, ખાતર, દવા, ઉર્જા, ફૂડ પ્રોસેસિંગ, કાગળ અને તેલ તથા ગેસ જેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે. કંપની સ્ટેનલેસ સ્ટીલના પાઇપ અને ટ્યૂબની વિનિર્માતા તથા નિકાસક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube