Paytm News: 15 માર્ચની ડેડલાઈન ખતમ થતા પહેલા પેટીએમને મોટી રાહત મળી છે. પેટીએમને જો કે NPCI તરફથી ગૂડ ન્યૂઝ મળી ગયા છે. NPCI એ પેટીએમની પેરેન્ટ કંપની One97 Communications Limited (OCL) ને યુપીઆઈ તરીકે થર્ડ પાર્ટી એપ્લીકેશન પ્રોવાઈડરની રીતે લીલી ઝંડી આપી દીધી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  (NPCI) એ મલ્ટી બેંક મોડલ હેઠળ થર્ડ પાર્ટી એપ્લીકશન પ્રોવાઈડર (TPAP) તરીકે UPI સેવા આપવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે ચાર  બેંક પેટીએમના પાર્ટનર બેંક એટલે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર (PSP) તરીકે કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટીએમ યૂઝર્સને રાહત
NPCI તરફથી મળેલી લીલી ઝંડીનો ફાયદો પેટીએમ યૂઝર્સને મળશે. One97 Communications Limited ને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે યુપીઆઈનું લાઈસન્સ મળી ગયું છે. એટલે કે હવે પેટીએમ યૂઝર્સ અને મર્ચન્ટ એટલે કે વેપારી કોઈ અડચણ વગર પેટીએમ એપથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને ચાલુ રાખી શકશે. આરબીઆઈની ડેડલાઈન 15 માર્ચ પહેલા આ પેટીએમ માટે મોટી રાહતના સમાચાર છે. હવે ચાર બેંકોની મદદથી પેટીએમની યુપીઆઈ સેવા ચાલુ રહેશે. 


આ ચાર બેંકો સાથે મિલાવ્યા હાથ
પેટીએમએ યુપીઆઈ સેવા ચાલુ રાખવા માટે ચાર બેંકો સાથે હાથ મિલાવ્યા છે. થર્ડ પાર્ટી એપ્લિકેશન માટે પેટીએમે એક્સિસ બેંક, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યસ બેંક સાથે ભાગીદારી કરી છે. આ બેંકો સાથે પેટીએમની યુપીઆઈ સેવા ચાલુ રહેશે. આ ચારેય બેંકો પેટીએમના પીએસપી ( Payment System Provider) તરીકે કામ કરશે. એનપીસીઆઈ મુજબ યસ બેંક One97 Communications Limited માટે વર્તમાન અને નવા યુપીઆઈ મર્ચન્ટ્સ એક્વારિંગ બેંક તરીકે કામ કરશે. @Paytm હેન્ડલને યસ બેંક પર રિડાયરેક્ટ કરવામાં આવશે. NPCI એ પેટીએમને પોતાના હાલના તમામ હેન્ડલ અને મેન્ડેટ્સને નવા PSP બેંકોમાં જેમ બને તેમ જલદી માઈગ્રેટ કરવાનું કહ્યું છે. 


અત્રે જણાવવાનું કે 31 જાન્યુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંકની મોટાભાગની સેવાઓ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈની ડેડલાઈન 15 માર્ચના રોજ પૂરી થઈ રહી છે. આરબીઆઈએ કડકાઈ દેખાડતા કહ્યું હતું કે જો પેટીએમએ પોતાની યુપીઆઈ સેવા ચાલુ રાખવી હોય તો તેણે કોઈ અન્ય બેંક સાથે લિંક કરાવવું પડશે. આ માટે હવે પેટીએમને NPCI પાસેથી લાઈસન્સ મળી ગયું છે. ચાર બેંકો સાથે પેટીએમે સમજૂતી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube