Post Office News: પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે ગુડ ન્યુઝ, કાલથી શરૂ થઈ ગઈ આ મોટી સુવિધા
Post Office News: જો તમારું એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે. તો પોસ્ટ ઓફિસમાં ખાતુ ખાલાવનારા વિભાગ દ્વારા મોટી ખુશખબરી આપવામાં આવી છે. પોસ્ટ ઓફિસમાં 18 મેથી એનઈએફટી સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે આરટીજીએસની સુવિધા આવનારી 31 મેથી શરૂ થઈ જશે.
Post Office News: પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે પોસ્ટ ઓફિસના ખાતા વિભાગે સારા સમાચાર આપ્યા છે જે તામરા માટે જાણવા જરૂરી છે. હવે તમે પોસ્ટ ઓફિસમાં ઇલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. ખાતા વિભાગે 17 મેના રોજ જાહેર કરેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પોસ્ટ ઓફિસ દ્વારા એનઈએફટી અને આરટીજીએસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.
પોસ્ટ ઓફિસના પરિપત્રના આધારે એનઈએફટીની સુવિધા 18 મેથી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, આરટીજીએસની સુવિધા આગામી 31 મે 2022 થી શરૂ કરવામાં આવશે. એટલે કે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને પૈસા મોકલવાનું પહેલા કરતા વધુ સરળ બનશે.
ભારત માટે રાહતના સમાચાર, ઈન્ડોનેશિયાએ પામ ઓયલ એક્સપોર્ટ પર પ્રતિબંધ પાછો ખેંચ્યો
પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આરટીજીએસની સુવિધા અંગે ટ્રાયલ ચાલી રહી છે. આશા છે કે આ સુવિધા 31 મે 2022 થી શરૂ થશે. એનઈએફટી અને આરટીજીએસથી તમે તમારા ખાતામાંથી કોઈપણ એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. આ પૈસા ટ્રાન્સફર કરવા માટેની ઝડપી પ્રક્રિયા છે.
શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટીમાં પણ ધડાકો
એનઈએફટીમાં પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, જ્યારે આરટીજીએસમાં એક સમયે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલવાના હોય છે. એનઈએફટી કરતાં આરટીજીએસમાં નાણાં વધુ ઝડપથી પહોંચે છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ 24×7×365 હશે.
કરીનાએ સોશિયલ મીડિયા ખોલ્યો યાદોનો પિટારો, બોલીવુડની બેબોએ શેર કરી 26 વર્ષ જૂની તસવીર
10,000 રૂપિયા સુધીના એનઈએફટી માટે તમારે 2.50 રૂપિયા + GST ચૂકવવો પડશે. 10 હજારથી એક લાખ રૂપિયા માટે આ ચાર્જ વધીને 5 રૂપિયા + GST થઈ ગયો છે. આ સિવાય 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીની રકમ માટે 15 રૂપિયા + GST અને 2 લાખથી વધુની રકમ માટે 25 રૂપિયા + GST ચૂકવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube