નવી દિલ્લીઃ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવનારા વિભાગે  મોટા સમાચાર આપ્યા છે.. પોસ્ટ ઓફિસમાં 18 મેથી NEFT ની સુવિધા શરૂ કરવામાં આવી છે જ્યારે RTGS ની સુવિધા 31 મેથી શરૂ થશે. જો તમારું એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે. તો તમે પોસ્ટ ઓફિસમાં ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. ખાતા વિભાગે 17 મેના રોજ જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે પોસ્ટ ઓફિસ દ્વારા NEFT અને RTGS ની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


18 મેથી શરૂ કરાઈ NEFT ની સુવિધા-
પરિપત્રના આધારે NEFT ની સુવિધા 18 મેથી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, RTGS ની સુવિધા આગામી 31 મે 2022 થી ઉપલબ્ધ થશે. એટલે કે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને પૈસા મોકલવાનો પહેલા કરતા વધુ સરળ બનશે. પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે RTGS ની સુવિધા અંગે ટ્રાયલ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ સુવિધા 31 મે 2022 થી શરૂ થશે.


જાણો શું  છે NEFT અને RTGS-
NEFT અને RTGS થી તમે તમારા ખાતાથી કોઈપણ એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. આ પૈસા ટ્રાન્સફર કરવા માટેની ઝડપી પ્રક્રિયા છે. NEFTમાં પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, જ્યારે RTGSમાં એક સમયે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલવાના હોય છે. NEFT કરતાં RTGSમાં નાણાં વધુ ઝડપથી પહોંચે છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ 24×7×365 હશે.


કેટલા પૈસા આપવાના રહેશે-
10,000 રૂપિયા સુધીના NEFT માટે તમારે 2.50 રૂપિયા + GST ચૂકવવો પડશે. 10 હજારથી એક લાખ રૂપિયા માટે આ ચાર્જ વધીને 5 રૂપિયા + GST થઈ ગયો છે. આ સિવાય 1 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીની રકમ માટે 15 રૂપિયા + GST અને 2 લાખથી વધુની રકમ માટે 25 રૂપિયા + GST ચૂકવવા પડશે.