આ બેંકમાં તમારું એકાઉન્ટ હોય તો ખુશખબરી, આજથી FD પર મળશે સૌથી વધુ વ્યાજ, ચેક કરો ડિટેલ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના નવા દર 15 જુલાઈથી લાગૂ પડશે. બેંકે 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકે 1 વર્ષથી 2 વર્ષની ઓછા સમયમાં પાકનાર જમા રાશિઓ ઉપર પણ વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકોએ પણ વ્યાજ દરોમાં વધારો શરૂ કરી દીધો છે. લોન પર વ્યાજ દર વધવા સિવાય બેંક સેવિંગ એકાઉન્ટ પર મળનાર વ્યાજ દરોમાં પણ વધારો થવા લાગ્યો છે. આ વાતો વચ્ચે જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પર મળનાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
15 જુલાઈથી નવા દર લાગૂ પડશે
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના નવા દર 15 જુલાઈથી લાગૂ પડશે. બેંકે 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકે 1 વર્ષથી 2 વર્ષની ઓછા સમયમાં પાકનાર જમા રાશિઓ ઉપર પણ વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
એસબીઆઈના નવા વ્યાજ દર
7 દિવસોથી 45 દિવસોમાં મેચ્યોર થનાર ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 3.50 ટકા છે. બેંક 46 દિવસોથી 179 દિવસોમાં મેચ્યોર થનાર એફડી પર 4.00 ટકા વ્યાજ દર આપવાનું ચાલું રાખશે. 180 દિવસોથી 210 દિવસો સુધી મેચ્યોર થનાર જમા રાશિ પર એસબીઆઈ 4.25 ટકાનું વ્યાજ દર આપવાનું ચાલું રાખશે, જ્યારે 211 દિવસોથી એક વર્ષથી ઓછી સમયમાં પરિપક્વ થનાર એફડી પર બેંકે પોતાના વ્યાજદર 4.50 ટકા પર સ્થિર રાખ્યું છે.
1 વર્ષથી લઈને પરંતુ 2 વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનાર જમા રાશિ પર હવે 5.25 ટકા વ્યાજ દર મળશે, જે પહેલા 4.75 ટકા હતો. બેંક 2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમયમાં મેચ્યોર થનાર એફડી પર 4.25 ટકા અને 3 વર્ષ અને 10 વર્ષ સુધી મેચ્યોર થનાર ફિક્સ્ડ ડિપોઝિટ પર 4.50 ટકાના દરથી વ્યાજ આપવાનું ચાલું રાખશે.
એફડી પર વ્યાજ દરોને વધારી ચૂકી છે ઘણી બેંક
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, એસબીઆઈ, પીએનબી પણ પોત પોતાની એફડી વ્યાજ દરોને વધારી ચૂકી છે. વ્યાજ દરોમાં વધારાનો આ સિલસિલો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો થયા બાદ શરૂ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube