BSF માં કોન્સ્ટેબલના પદ માટે ભરતી, અરજીની પ્રક્રિયા, પગાર અને અન્ય વિગતો ક્લિક કરીને જાણો
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કુલ 269 પદ માટે ભરતી કરવાની છે. BSFના સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી થનાર છે.
ઝી બ્યૂરો: દેશની રક્ષા કરવાનું દરેક યુવાનનું સપનું હોય છે. પણ તેના સાકાર કરવું તે સરળ હોતું નથી. હાલમાં જે યુવાનો રમતમાં સારું પ્રદર્શન કરી રહ્યા હોય તેમની માટે આ એક સારા સમાચાર છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કુલ 269 પદ માટે ભરતી કરવાની છે. BSFના સ્પોર્ટ્સ ક્વોટા માં ભરતી થવાની છે. ઉમેદવાર BSF એક્ટ 1968 અને BSF નિયમ 1969 દ્વારા સંચાલિત થશે.
આ રીતે કરી શકાશે અરજી
બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં જોડાવવા માંગતા યુવાનો bsf.gov.in. પરથી અરજી કરવાની રહેશે. ઉમેદવાર તારીખ 22- 09-2021 સુધી અરજી કરી શકશે.
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા Physical Standard Test ના આધારે કરવામાં આવશે. ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. અને અંતે મેરિટના આધારે પસંદગી થશે.
લાયકાત
બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં જોડાવવા માંગતા યુવાનો 10 પાસ હોવા જોઈએ. અને સ્પોર્ટ્સ ક્વોટા અનુસાર ઉમેદવાર લાયકાત ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં જોડાવવા માંગતા ઉમેદવારોની વય 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાથે જ કેટેગરીના આધારે છૂટ આપવામાં આવશે.
પગાર ધોરણ
BSFના કોન્સ્ટેબલના પદ માટે પસંદ થયેલ ઉમેદવાર ને 21700 થી 69100 સુધી પગાર આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube