નવી દિલ્લી: હાલમાં આખા દેશમાં ખેડૂતોના આંદોલનનો મુદ્દો છવાયેલો છે. છેલ્લા દિવસોમાંથી સંસદમાંથી પસાર ખેડૂત બિલના વિરોધમાં ખેડૂતો દિલ્લીમાં પ્રદર્શન કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે તેનાથી ખેડૂતોને વધારે લાભ મળશે અને તેમને બજારની સાચી કિંમત મળશે. તેની વચ્ચે ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે સરહદ વિવાદની વચ્ચે ચીને ત્રણ દાયકામાં પહેલીવાર ભારતમાંથી ચોખાની આયાત શરૂ કરી છે. તેને અહીંયા ઘણા સસ્તા ચોખા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. ચીન ચોખાનો વિશ્વમાં સૌથી મોટો આયાત કરનારો દેશ છે. બીજિંગ દર વર્ષે લગભગ 4 મિલિયન ટન ચોખાની ખરીદદારી કરે છે. જોકે તે ભારત પાસેથી ખરીદી કરતું નથી. તેના માટે ક્વોલિટીને જવાબદાર ગણવામાં આવતું હતું.


ભારતીય ચોખાની ક્વોલિટીમાં સુધારા પછી તેણે સરહદ પર સીમા વિવાદની વચ્ચે પણ ખરીદદારી કરવાનો નિર્ણય કર્યો છે. રાઈસ એક્સપોર્ટ એસોસિયેશના પ્રેસિડેન્ડ બીવી કૃષ્ણા રાવે કહ્યું કે અમને આશા છે કે આવનારા વર્ષોમાં ચીન ભારતમાંથી વધારે ચોખાની ખરીદી કરશે.


ભારતીય વેપારીઓએ 1 લાખ ટન તૂટેલા ચોખા ચીનને નિકાસ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. આ શિપમેન્ટ ડિસેમ્બર-ફેબ્રુઆરી મહિના માટે છે. કિંમત 300 ડોલર પ્રતિ ક્વિન્ટલ હશે. અત્યાર સુધી ચીન મુખ્ય રીતે થાઈલેન્ડ, વિયેતનામ, મ્યાનમાર અને પાકિસ્તાનમાંથી ચોખાની આયાત કરતું હતું. ભારતની સરખામણીએ તે પ્રતિ ટન 30 ડોલર વધારે કિંમત લગાવતા હતા.


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube