કેંદ્બ સરકારે નોકરી કરતાં ઉંચી ડિગ્રી પ્રાપ્ત કરનાર પોતાના કર્મચારીઓને આપવામાં આવનાર વન-ટાઇમ પ્રોત્સાહનમાં પાંચ ગણા વધારાને મંજૂરી આપી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ કહ્યું કે પીએચડી જેવી ઉંચી ડિગ્રી પ્રાપ્ત કરનારાઓ માટે પ્રોત્સાહનની રકમને વધારી ન્યૂનતમ 10,000 થી મહત્તમ 30,000 કરવામાં આવશે. કાર્મિક મંત્રાલયે કર્મચારીઓ માટે આ પ્રકારની પ્રોત્સાહનની રકમ વધારવા માટે 20 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SAMSUNG નો આ ખાસ સ્માર્ટફોન આજથી ખરીદી શકશો, આ છે ફિચર્સ અને કિંમત


કોને કેટલું મળશે
અત્યાર સુધી નોકરીમાં આવ્યા પછી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર સરકારી કર્મચારીને વન-ટાઇમ 2,000 રૂપિયાથી 10,000 રૂપિયા વચ્ચે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. હવે ન્યૂનતમ પ્રોત્સાહન રકમને બે હજારથી પાંચ ગણી વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. કાર્મિક મંત્રાલય દ્વારા તાજેતરમાં આદેશ અનુસાર હવે આ રકમને વધારીને ન્યૂનતમ 10,000 રૂપિયા અને મહત્તમ 30,000 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ અથવા તેનાથી ઓછી ડિગ્રી/ડિપ્લોમા પ્રાપ્ત કરતાં 10,000 રૂપિયા આપવામાં આવશે જ્યારે ત્રણ વર્ષથી વધુની ડિગ્રી/ડિપ્લોમા માટે 15,000 આપવામાં આવશે. 

ટાઇમપાસ કરવા માટે કરતા હતા આ કામ, આજે બની ગયા કરોડપતિ


આમને મળશે 25000 રૂપિયા
એક વર્ષ અથવા ઓછીની સ્નાતકોત્તર ડિગ્રી/ડિપ્લોમા પ્રાપ્ત કરતાં 20,000 રૂપિયા અને એક વર્ષથી વધુથીની સ્નાતકોત્તર ડિગ્રી/ડિપ્લોમા લેનાર કર્મચારીઓને 25,000 રૂપિયા મળશે. પીએચડી અથવા તેના સમકક્ષ યોગ્યતા પ્રાપ્ત કરનારાઓને 30,000 રૂપિયા આપવામાં આવશે. કેંદ્વ સરકારની ઓફિસોમાં લગભગ 48.41 લાખ કર્મચારી છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શુદ્ધ અકાદમિક શિક્ષા અથવા સાહિત્યિક વિષયો પર ઉચ્ચ યોગ્યતા પ્રાપ્ત પર કોઇ પ્રોત્સાહન આપવામાં આવશે નહી. 

બજાજે લોન્ચ કર્યું Pulsar નું નવું મોડલ, કિંમત અને ફીચર્સ માટે વાંચો


મંત્રાલયે કહ્યું કે પ્રાપ્ત કરવામાં આવેલી યોગ્યતા (ડિગ્રી/ડિપ્લોમા) કર્મચારીના પદ સાથે જોડાયેલી હોવી જોઇએ અથવા પછી આગામી પદ પર કામ આવનાર કાર્યો સાથે જોડાયેલી હોવી જોઇએ. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાપ્ત યોગ્યતા અને પદના કાર્ય વચ્ચે સીધો સંબંધ હોવો જોઇએ અને તેના સરકારી કર્મચારીની દક્ષતામાં યોગદાન હોવું જોઇએ.