શોપિંગ મોલ અને રિટેલ શોપમાં પણ મળશે પેટ્રોલ, સરકાર નિયમોમાં આપી શકે છે ઢીલ
સૂત્રોનું કહેવું છે કે 2000 કરોડ રૂપિયાના રોકાણના બદલે 250 કરોડ રૂપિયાના નેટવર્કવાળી કંપની પણ હવ પેટ્રોલપંપ ખોલી શકે છે. એક્સપર્ટ કમિટીએ આ વિશે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી પાસે ભલામણ કરી છે.
નવી દિલ્હી: જો તમે પણ બાઇક અથવા કારમાં પેટ્રોલ ભરાવવા માટે આમ તેમ ભટકો છો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ. જી હાં હવે તમારા શહેરના દરેક ચોક પર, કોઇ મોટા શોપિંગ મોલ અથવા મોટા રિટેલ શોપમાંથી પેટ્રોલ-ડીઝલ ખરીદવાનો મોકો મળી શકે છે. આ પગલા બાદ હવે તમે શોપિંગ કર્યા બાદ પેટ્રોલ પંપ શોધવામાં મુશ્કેલી નહી પડે. સૂત્રોના જણાવ્યા અનુઆર પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પેટ્રોલ પંપ ખોલવાના નિયમોમાં ઢીલ આપવામાં આવી શકે છે.
250 કરોડના નેટવર્થવાળી કંપની ખોલી શકે પેટ્રોલ પંપ
સૂત્રોનું કહેવું છે કે 2000 કરોડ રૂપિયાના રોકાણના બદલે 250 કરોડ રૂપિયાના નેટવર્કવાળી કંપની પણ હવ પેટ્રોલપંપ ખોલી શકે છે. એક્સપર્ટ કમિટીએ આ વિશે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી પાસે ભલામણ કરી છે. કમિટીએ 3 MT એક્સપ્લોરેશન અથવા ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જરૂરી પ્રોડક્શન સાથે જોડાયેલા નિયમમાં પણ ઢીલ આપવાની ભલામણ કરી હતી. ભલામણ અનુસાર જો કંપની પેટ્રોલિયમ સેક્ટરમાં બિઝનેસ કરી રહી નથી તો પણ તેને ફ્યૂલ રિટેલ લાઇસન્સ મળી શકે છે.
3 કરોડની બેંક ગેરન્ટી જમા કરવી પડશે
ભલામણોના અનુસાર દૂર દૂરના વિસ્તારોના વિસ્તારોમાં 5 ટકા રિટેલ આઉટલેટ ખોલવા માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા થશે. આંતરિયાળ વિસ્તારોમાં રિટેલ આઉટલેટના નિયમો હેઠળ કંપની 3 કરોડ બેંક ગેરન્ટી જમા કરે. નિયમો અનુસાર લાઇસન્સ મળ્યા બાદ કંપનીને 2 વર્ષની અંદર રિમોટ એરિયામાં 5 ટકા રિટેલ આઉટલેટ ખોલવા જરૂરી છે.
પેટ્રોલિયમ મંત્રાલયે ઓક્ટોબર 2018માં ફ્યૂલ રિટેલ સાથે જોડાયેલા નિયમોમાં એક્સપર્ટ કમિટીનું ગઠન કર્યું હતું. ફ્યૂલ રિટેલ માર્કેટમાં પ્રતિસ્પર્ધા વધારવા માટેના હેતુથી એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. જો સરકાર દ્વારા આ ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી તો તેનો સૌથી મોટો ફાયદો આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લોકોને થશે. સાથે જ શહેરી પેટ્રોલપંપ પર પણ ઓછો થઇ જશે.