Pradhan Mantri Mudra Yojana: દિવાળી પહેલા મોદી સરકારે પોતાનો કારોબાર શરૂ કરવા અને વિસ્તાર કરવાની યોજના બનાવી રહેલા ઉદ્યમિઓને મોટી ભેટ આપી છે. તેમને હવે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana)હેઠળ પહેલાના મુકાબલે ડબલ લોન મળી શકશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોનની વર્તમાન મર્યાદા 10 લાખથી વધારી 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. સરકારે આ નિર્ણયને લઈને પણ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ, 2024ના નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરતા તે જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ અપાનારી 10 લાખ રૂપિયાની લોનની લિમિટ વધારી 20 લાખ રૂપિયા કરી દેવામાં આવશે. હવે આ જાહેરાતને લાગૂ કરી દેવામાં આવી છે. નાણામંત્રાલયે કહ્યું, આ મર્યાદા વધારવાથી મુદ્રા સ્કીમનું જે લક્ષ્ય છે તેને હાસિલ કરવામાં મદદ મળશે અને તેવા નવા ઉદ્યમી જેને ફંડની જરૂરીયાત છે તેને પોતાના કારોબારનો વિસ્તાર કરવા માટે વધુ ફંડ ઉપલબ્ધ કરાવી શકાશે. 


આ પણ વાંચોઃ દીવાળીમાં જલસા! ધનતેરસ પહેલા આજે ફરી સોનું સસ્તું થયું, ઘટેલા ભાવ જાણીને લેવા દોડશો


વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં શિશુ, કિશોર અને તરૂણ નામની ત્રણ કેટેગરી છે, જે હેઠળ લોન આપવામાં આવે છે. હવે તરૂણ પ્લસ (Tarun Plus)કેટેગરીના નામથી નવી કેટેગરી લોન્ચ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ છે. કિશોર યોજના હેઠળ, જે લોકો વ્યવસાય કરે છે તેઓ 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન લઈ શકે છે. તરુણ યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો નિયમ છે. તરુણ યોજના હેઠળ લીધેલી લોન સફળતાપૂર્વક પરત કરી ચૂકેલા ઉદ્યોગપતિઓ હવે તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે તરુણ પ્લસ કેટેગરી હેઠળ રૂ. 10 લાખથી રૂ. 20 લાખ સુધીની લોન મેળવી શકશે.


પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન પર ગેરંટી કવરેજ ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ (Credit Guarantee Fund for Micro Units)હેઠળ આપવામાં આવશે.