નવી દિલ્હી: LPG Booking offer: LPG ના ભાવ આસમાને છે. થોડા દિવસો પહેલા ઘરેલું સિલિન્ડરના ભાવમાં રૂ 25.50 નો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ Paytm લોકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. જે અંતર્ગત તમે સિલિન્ડર બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 834.5 રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LPG સિલિન્ડર બુકિંગ પર રૂ. 900 સુધીનું કેશબેક
IOC એ પેટીએમની આ ઓફર વિશે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી માહિતી આપી છે. IOC તેના ગ્રાહકોને સિલિન્ડર બુકિંગ પર મળતી આ ઓફર વિશે જણાવ્યું છે કે, પેટીએમ દ્વારા Indane LPG રિફિલ બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવો. સિલિન્ડર બુકિંગ માટે IOC એ એક લિંક પણ આપી છે.


આ પણ વાંચો:- Ind vs SL: ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયામાં થશે 4 મોટા ફેરફારો! આ ખેલાડીઓની ખુલશે કિસ્મત


કોને મળશે ફાયદો
જો તમે Paytm યુઝર છો તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. પરંતુ તેનો લાભ ફક્ત તે જ ગ્રાહકોને મળશે, જે Paytm એપ્લિકેશન દ્વારા પ્રથમ વખત LPG સિલિન્ડર બુક કરશે. ખાસ વાત એ છે કે 3 LPG સિલિન્ડર બુક કરાવવા પર યુઝર્સ 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. આ સિવાય, વપરાશકર્તાઓને પેટીએમ ફર્સ્ટ પોઇન્ટ્સની ખાતરી પણ મળશે, જે તેઓ તેમના વોલેટ બેલેન્સમાંથી રિડીમ કરવામાં સક્ષમ હશે.


આ પણ વાંચો:- આ છે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનું ભવ્ય ઘર, જુઓ Inside તસવીર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube