નવી દિલ્હીઃ ઘર ખરીદનારા માટે રાહતના સમાચાર છે. ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AARએ વ્યવસ્થા આપી છે કે આવાસીય એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગ, સ્વીમિંગ પૂલ, ક્લબ અને જીમના નિર્માણને સમગ્ર નિર્માણ કાર્યનો ભાગ માનવામાં આવશે અને તેના પર વસ્તુ તથા સેવા કર (GST) હેઠળ ઓછામાં ઓછો દર વસુલવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આદેશ બાદ આ સિવાઓને સમગ્ર નિર્માણ સેવાઓનો ભાગ માનવામાં આવશે અને તેના પર 18 ટકાની જગ્યાએ 12 ટકા કે 5 ટકાના દરથી કર નક્કી થશે. 


એએઆરની પશ્ચિમ બંગાળની પીઠનો નિર્ણય રીયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા ઘર ખરીદનારાઓને આપવામાં આવી રહેલી વધારાની સેવા પર લગાવવામાં આવતા જીએસટી દર સાથે જોડાયેલી ભ્રમની સ્થિતિને દૂર કરશે. એએએઆરે બંગાળ પીયરલેસ હાઉસિંગ ડેપલોપમેન્ટની એક અર્જી પર આ નિર્ણય કર્યો છે. 


બંગાળ પીયરલેસ હાઉસિંગ ડેવલોપમેન્ટ આ મામલામાં સ્પષ્ટીકરણ માગ્યું હતું કે શું વધારાની સેવાઓને આવાસી પરિયોજના નિર્માણની સાથે આપવામાં આવતા સમગ્ર પૂરવઠા તરીકે માનવામાં આવે. કાર પાર્કિંગ, ક્લબ અને જીમની સેવાઓને સામાન્ય રીતે આવી પરિયોજનાઓમાં ફ્લેટના બુકિંગની સાથે ગણવામાં આવે છે. 


એએઆરએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં કરવેરાના કિસ્સામાં કરવેરાના સમગ્ર પુરવઠાનું સંપૂર્ણ મૂલ્ય બાંધકામ સેવા પૂરવઠાની ગણના કરવામાં આવશે.